
પ્રતિનિધિ દ્વારા , મુંબઈ, તા. 29 માર્ચ 2020, રવિવાર
કોવિદ-૧૯ સામેના જંગમા દેશ સમક્ષ ત્રણ સપ્તાહના ક લોકડાઉનનું ચુસ્ત પાલન જ શ્રેષ્ઠ ઉપાય છે. એવું વિજ્ઞાાનીઓનું માનવું છે. ભારતમાં કોવિદ-૧૯ અંગનો એક્યુરેટ ડાટા ઉપલબ્ધ ન હોવાથી સરકારે પોતાની પાસેનો શ્રેષ્ઠ માહિતીના આધારે લોકડાઉનનો નિર્ણય લીધો છે એમ તેમણે જણાવ્યું હતું.
જે ડાટા ઉપલબ્ધ છે એના પરથી એવું લાગે છે કે વાયરસના સંપર્કમાં, લગભગ ૧૨ દિવસમાં કોરોનાના લક્ષણો દેખાવા લાગશે. પરંતુ ેવા જૂજ લોકો પણ હશે જેમના શરીરમાં ૧૪ થી ૨૧ દિવસ વચ્ચે રોગના ચિન્હો દેખાશે. એમ ઈન્ડિયન એકેડેમી ઓફ સાયંસીસના પ્રમુખ પાર્થ મઝુમદારે કહ્યું હતું. આપમી પાસે આ વાયરસની નેચરલ હિસ્ટ્રી ન હોવાથી આ તબક્કે કોઈ ચોક્કસપણે લોકડાઉન માટે કેટલો સમય ગાળો યોગ્ય હશે એમ તેમણે ઉમેર્યું હતું.
'કોરોનામાં મૃત્યુની શક્યતા બહુ ઓછી છે. ૧૦૦ માંથી સરેરાશ બેથી ત્રણના મોત થાય છે પરંતુ આપણા ક દેશની પ્રચંડ વસતિ અને નાના વિસ્તારોના ઘણાં બધા રહેતા લોકો રહેતા હોવાથી કોવિદ-૧૯ જો મોટા પાયે ફેલાય તો ઘણાં બધા લોકો મૃત્યુ પામે એવો મત એમણે દર્શાવ્યો હતો.
જો કે, ટીઆઈએસએસના અર્થશાસ્ત્રી બીનો પોલ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે ભારતમાં મોટાભાગના કરોનાના કેસ શહેરી વિસ્તારોમાં નોેંધાયા છે અને દેશના ત્રીજા ભાગની વસતિ જ શહેરોમાં વસે છે. એ જોતા આપણા દેશમાં, પરિસ્થિતિ યુરોપમાં દેશો જેટલી ગંભીર ન પણ બને.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QWQjDP
via Latest Gujarati News
0 Comments