પાલિકાએ કોરોના વાઇરસથી બચવા જંતુ નાશકોના છંટકાવ વિશે માર્ગદર્શિકા જારી કરી


મુંબઇ, તા. 29 માર્ચ 2020, રવિવાર

મુંબઇ મહાનગર પાલિકાના ઇન્સેક્ટિસાઇડ (જંતુનાશક દવા) વિભાગે એક ખાતાકીય પરિપત્રમાં સલાહ આપી છે કે માત્ર કોવિદ-૧૯ના પોઝિટિવ દરદીઓ નોંધાયા હોય તેવા જ વિસ્તારોમાં જંતુનાશક સોડિયમ હાયપોકલોરાઇટનો છંટકાવ કરવો જોઇએ.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે માત્ર પહોંચી શકાય અને સંભવતઃ હોય તેવા ટચ પોઇન્ટ્સ (જયા માનવીના સ્પર્શવાની શક્યતા હોય તેવી ચીજવસ્તુઓની સપાટી) પરજઆ જંતુનાશકનો છંટકાવ કરવાનો હોય ઝૂંપડપટ્ટી તથા અન્ય ગીચ વિસ્તારોમાં જંતુનાશકોના છંટકાવની કામગીરી ફાયર બ્રિગેડે સંભાળી લીધી છે  ત્યારે મુંબઇના ચૂંટાયેલા  લોકપ્રતિનિધિઓએ મુંબઇગરાઓને તેમના બિલ્ડિંગ જંતુમુક્ત કરવા હોય તો તેમનો (પ્રતિનિધિઓનો) સંપર્ક સાધવા જણાવ્યું છે.

મોટી સંખ્યામાં લોકો જંતુનાશક દવાઓનો છંટકાવ પોતે કરતા હોવાનું ધ્યાનમાં આવતા મુંબઇ ફાયર બ્રિગેડે જંતુનાશકોના છંટકાવની યોગ્ય પધ્ધતિની માહિતી આપતો એક વિડીઓ વાઇરલ કર્યો હતો. ફાયર સર્વિસીસ, મહારાષ્ટ્રના ડિરેકટર પી. રહાંગઢલેએ કહ્યું હતું કે લોકો આવી કામગીરીમાં  સામેલ થાય તે એખ સારી બાબત છે. પરંતુ અમને જોવા મળ્યું છે કે સોડિયમ હાઇપોકલોરાઇટનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે તેથી અજાણ લોકો આડેધડ આ જંતુનાશકનો છંટકાવ કરે છે. છંટકાવ પહેલા આ રસાયણને પાણીમાં ભેળવવાનું હોય છે.

મુંબઇના કેટલાક વિધાનસભ્યોએ તેમના મતવિસ્તારના રહિશોની માગ મુંજબ તેમના  બિલ્ડિંગો જંતુમુક્ત કરવાની કામગીરી પોતે ઉપાડી હોવાનું જણાવ્યું હતું. આવા વિધાનસભ્યોમાં પ્રધાન અસલમ શેખ (મલાડ) તથા ડૉ. ભારતી લોકર (વર્સોવા)નો સમાવેશ થાય છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UuwUfQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments