
પ્રતિનિધિ દ્વારા , મુંબઈ, તા. 29 માર્ચ 2020, રવિવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. આજે આ બીમારીમાં વધુ બે જણના મોત થતાં મહારાષ્ટ્રમાં મરણાંક નવ ઉપર પહોંચ્યો છે. જ્યારે નવા ૨૨ કોરોના વાઈરસના વધુ દરદી મળી આવતાં મહારાષ્ટ્રમાં આ બીમારીના દરદીઓની સંખ્યા ૨૦૩ ઉપર પહોેંચી ક છે. આથી રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.
અત્યારે ત્રીજો તબક્કો ત શરૂ થવાની તૈયારીમાં હોવાથી આ બીમારીના દરદીની સંખ્યામાં વ વધારો થાય એવી શક્યતા નકારી શકાય નહિં. પણ આને રોકવા માટે સરકારે સૂચવેલા ઉપાય યોજનાનો યોેગ્ય રીતે પાલન કરવાની અપીલ આરોગ્ય પ્રધાન રાજેશએ ટોપેએ કરી હતી. લોકોએ ઘરની બહાર નીકળવું નહિ.
આ બીમારીમાં વધુ મૃત પામેલા બે દરદીમાં એક મુંબઈમાં ૪૦ વર્ષીય મહિલા અને બુલઢાણાનો ૪૭ વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે.
મુંબઈમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા ૨૮ માર્ચના રોજ સવારે પાલિકાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી. પરંતુ તે શનિવારે મોડી સાંજે મૃત્યુ પામી હતી. તે કોરોના વાઈરસની પોઝીટીવ દરદી હતી. આ ઉપરાંત તેને દમ અને છાતીમાં દુખાવો હતો, એમ પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર દક્ષા શાહેએ જણાવ્યું હતું.
જ્યારે બુલઢાણામાં ૪૭ વર્ષીય વ્યક્તિ જિલ્લા સામાન્ય હોસ્પિટલમાં સારવાર માટે શનિવાર ૨૮ માર્ચે દાખલ થયા હતા. તે સારવાર દરમિયાન એક કલાકમાં મૃત્યુ પામ્યા હતા. આ મૃતક વ્યક્તિએ ત્રણ દિવસ પૂર્વે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેમને નિમોનિયા વધી ગયા હતા. આથી ૨૮ માર્ચે સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેનો મેડિકલ ટેસ્ટ કરતાં કોરોના વાઈરસના પોઝીટીવ દરદી હતા. એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આજે મુંબઈમાં કોરોના વાઈરસના નવા ૧૫ દરદી પાલિકાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આમ મુંબઈમાં ૯૩ દરદી થયા છે. એમાંથી ૧૨ દરદી સાજા થતાં તેઓને પાલિકાની હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા અપાઈ હતી. એમ ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં આજે નવા મળી આવેલા ૨૨ દરદી પૈકી પુણેમાં ચાર, મુંબઈમાં ૧૫, નાગપુરમાં એક , સાંગલીમાં ૧, અહમદનગરમાં -૨ દરદીનો સમાવેશ થાય છે. આમ કુલ મળીને ક મહારાષ્ટ્રમાં દરદીઓની સંખ્યા ૧૮૧થી વધીને ૨૦૩ ઉપર પહોંચી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aujPbI
via Latest Gujarati News
0 Comments