અફઘાનિસ્તાનમાં'ઇનસાઇડ'હુમલો સેનાના 24 અફઘાન સૈનિકોનાં મોત

કાબુલ,તા.20 માર્ચ 2020 શુક્રવાર

દક્ષિણ અફઘાનિસ્તાનના એક પ્રાંતમાં આજે વહેલી સવારે સુરક્ષા દળોના બેઝ પર  કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૪ અફઘાની સૈનિકો માર્યા ગયા હતા. હિંસાગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યાં જ  તાલીબાનો અને અફધાન સેનાના એક જુથ વચ્ચે  હિંસા શરૂ કરાઇ હતી. અફઘાનિસ્તાન તાલીબાનોની હિંસા, કોરોનાવાઇરસના વધતા કેસ અને આંતરિક અશાંતિ સામે ઝઝુમી રહ્યો  ત્યારે જ ઝાબુલ પ્રાંતમાં હિંસા ફાટી નીકળી હતી. ઉપરાંત બે અલગ અલગ પક્ષના નેતાઓએ પોતે દેશના પ્રમુખ હોવાના કરેલા દાવાથી પણ પ્રજામાં અફરાતફરી ફેલાઇ રહી હતી.

ઝાબુલમાં કરાયેલો હુમલો સેનાનો 'આંતરિક'હુમલો હતો જેમાં અનેક ઘુસણખોરોએ તેમના જ કોમ્રેડો પર જ્યારે તેઓ સુઇ રહ્યા હતા ત્યારે ફાયરિંગ કર્યું હતું.

 ગયા મહિને તાલીબાનો સાથે અમેરિકાએ કરેલા શાંતિ કરાર પછીથી આ સૌથી મોટો અને ઘાતકી હુમલો હતો. વહેલી સવારે કરાયેલો હુમલો  પ્રાંતિય પાટનગર કલાતમાં પોલીસ અને સેનાના હેડ ક્વાર્ટર પર કરાયો હતો.'હુમલામાં ૧૪ અફઘાની સૈનિકો માર્યા ગયા હતા અને દસ પોલીસમેન પણ મરાયા હતા'એમ ઝબુલ પ્રાંતની કાઉન્સિલના વડાએ કહ્યું હતું.

 તેમણે ઉમેર્યું હતું કે ચાર જણા હજુ લાપતા હતા.હુમલાખોરોના તાલીબાનો સાથે સબંધ છે.

હુમલા પછી તેઓ સેનાના બે વાહનો અને શસ્ત્રસરંજામ લઇને ભાગી ગયા હતા. તાલીબાનોએ હુમલા અંગે કોઇ જ પ્રતિસાદ આપ્યો નહતો.પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ઝાબુલ પ્રાંત આતંકીઓનો સૌથી મોટો અડ્ડો છે. વર્ષ ૨૦૧૩માં માર્યા ગયેલા તાલીબાનોના સર્વોચ્ચ નેતા મુલ્લાહ ઉમરનો સૌથી મોટો અડ્ડો હતો. કોરોનાવાઇરસની મહામારી પર નિયંત્રણ કરવા શસ્ત્રવિરામની અફઘાન સંરક્ષણ મંત્રી અસદુલ્લાહ ખાલીદે કરેલી હાકલના બીજા દિવસે જ  હુમલો કરાયો હતો.

તેમણે કહ્યું હતું કે અફઘાન દળોએ તાલીબાનો સામે અફઘાની દળોએ વધુ આક્રમકતાથી કામ કરવું જોઇએ. ૨૯ ફેબુ્રઆરીએ તાલીબાનો અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર થયા છતાં પણ તાલીબાનો હિંસા કરતાં જ આવ્યા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QzTgKg
via Latest Gujarati News

Post a Comment

0 Comments