
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 માર્ચ 2020, સોમવાર
કરોના વાયરસના પ્રકોપના ભોગ બનેલા માટે સેલિબ્રિટિઓ છપ્પર ફાડીને દાન આપી રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર સલમાન ખાન પોતે કેટલું દાન આપ્યું તેની ઘોષણા નહીં કરતા ટ્રોલ થયો હતો. જોકે આ પછી તેના ખાસ મિત્ર નિખિલ અડવાણીએ સ્પષ્ટતા કરી છે. સલમાને આ ૨૫૦૦૦ મજૂરોના બેન્ક એકાઉન્ટસની માહિતી માંગી છે.
સલમાનની દરિયાદિલી પૂરા બોલીવૂડમાં મશહૂર છે. તે જરૂરિયાતોને મદદ કરે છે એ વાત સહુ કોઇ જાણે છે, તેમજ સદકાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે. તેના પિતા સલીમ ખાને હાલમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ ંકે, અમારા પરિવારનો એક ઉસુલ છે કે, અમારા પૈસા સારા કામ માટે વાપરવામાં આવે અને કોઇને કામ આવે. અમને આ જ જોઇતું હોય છે.
સલમાને ભલે પ્રધાનમંત્રી અથવા તો મુખ્યમંત્રી રાહતકોષમાં આર્થિક સહાય નથી આપી. પરંતુ તેણે મજૂરોની જવાબદારી ઉપાડી છે જેમના માટે વપરાતી રકમનો સરવાળો કરોડોમાં થાય છે.
એક સામાન્ય ગણિત કરીએ તો સલમાને ૨૫૦૦૦ દૈનિક કમાનારા મજૂરોની જવાબદારી લીધી છે. લોકડાઉન દરમિયાન તેમજ જ્યાં સુધી શૂટિંગ શરૂ નહીં થાય ત્યાં સુધી સલમાન આ લોકોના ખાવા-પીવાની, રહેવાની, દવાની તેમજ અન્ય જીવનઆવશ્યક ચીજવસ્તુઓનો તમામ ખરચો ઉઠાવશે. એક અનુમાન અનુસાર, એક મજૂર પાછળ રૂપિયા દસ હજારનો ખરચો થાય તો એક મહિનામાં સલમાનને રૂપિયા ૨૫ કરોડની આર્થિક સહાય થશે. કહેવાય છે કે, તે આ સદકાર્ય માટે ૫૦ કરોડ રૂપિયા વાપરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/348jxVT
via Latest Gujarati News
0 Comments