
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 30 માર્ચ 2020, સોમવાર
કરોના વાયરસના જંગ સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાઇમ મિનિસ્ટરસ સિટિઝન આસિસટન્સ એન્ડ રિલિફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફન્ડ (પીએમ-કેર્સ)માં આર્થિક સહાય આપવાની વિનંતી કરી છે. જેમાં બોલીવૂડ સેલિબ્રિટિઓ દાન ઠાલવી રહી છે.
તાજેતરમાં કાર્તિક ાર્યને પીએમ-કેર્સ ફંડમાં રૂપિયા એક કરોડનું દાન આપ્યું છે. કાર્તિકે વડાપ્રાધનના ટ્વિટરના પ્રતિસાદ રૂપે એક કરોડ આર્થિક સહાયમાં આપ્યા છે. તેણે સાથે ટ્વિટ કર્યું છે કે, લોકોના પ્રેમને કારણે જ આજે તે આ સ્થાને પહોંચી શક્યો છે, અને તેમને હવે બદલામાં કાંઇક આપવા માટે આ જ ઉત્તમ સમય છે. હું મારા દરેક ભારતવાસીઓને ફુલ નહીં તો ફુલની પાંખઢી સમું દાન કરવાની વિનંતી કરું છું.
આ ઉપરાંત અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ પીએમ-કેર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહતકોષ (મહારાષ્ટ્ર)માં પોતાનું યોગદાન આપ્યું છે.
અભિનેત્રીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી કે, તેમણે રાહત કોષમાં આર્થિક સહાય પહોંચાડી છે. જોકે તેમણે કેટલી રકમ આપી તેનો ઉલ્લેખ કર્યો નથી.
અનુષ્કાએ ટ્વિટ કર્યું હતું કે, લોકોની પીડા જોઇને દિલમાં દુઃખ થાય છે. મને આશા છે કે અમારા યોગદાનથી અમારા સાથી નોગરિકોના દુઃખમાં સહભાગી થઇને તેમનું દરદ ઓછું કરી શકશું.
અત્યાર સુધીમાં અક્ષય કુમાર, વરુણ ધવન, હેમા માલિની, હૃતિક રોશન, રણદીપ હુડા, કપિલ શર્મા, રાજકુમાર રાવે પણ આર્થિક સહાય કરી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QVDhGw
via Latest Gujarati News
0 Comments