એક કરોડ રૂપિયા વેન્ટિલેટર માટે અને એક મહિનાનો પગાર મુખ્યપ્રધાન રાહત ભંડોળમાં : દક્ષિણ મુંબઈના સાંસદ અરવિંદ સાવંતનું યોગદાન


મુંબઈ,  તા. 30 માર્ચ 2020, સોમવાર

વૈશ્વિક ખતરનાક બીમારી કોરોના ને  ખદેડી મુકવામાટે બધાજ પ્રયાસ ચાલી રહ્યા છે.  રામાયણ કાળમાં રામસેતુ બનાવવામાટે એક નાનકડી ખિસકોલીએ પોતાની ક્ષમતા મુજબ એ રામસેતુમાટે એના  નાનકડા મોંમાંથી માટી લાવીને પોતાનો બહુમોલ ફાળો આપ્યો હતો,.  એવીજ રીતે  હું પણ ખિસકોલી જેમ નાનકડો ફાળો તરીકે  સાંસદ ને મળતો એક મહિનાનો પગાર  મુખ્યપ્રધાન રાહત ભંડોળ માં આપું છું,  એવા શબ્દોમાં  શિવસેના ઉપનેતા, કેન્દ્રના  માજી પ્રધાન અને દક્ષિણ મુંબઈ ના  સાંસદ અરવિંદ સાવંત એ મહારાષ્ટ્રના  મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ને  પોતાના એક મહિનાના પગારનો ચેક સુપરત કર્યો.  એટલુંજ નહીં તો  સાંસદ તરીકે મળતા વિકાસ ભંડોળમાંથી એક કરોડ રૂપિયા  કસ્તુરબા,  સેન્ટ જ્યોર્જ,  ગોકુલદાસ તેજપાલ હોસ્પિટલને નવા  વેન્ટિલેટર લેવામાટે આપતો હોવાનું સ્પષ્ટ કર્યું.   

મહારાષ્ટ્ર ને આ કટોકટીના સમયમાં તમારા રૂપથી એક સંયમી,  હળવા પણ કર્તવ્ય તત્પર નેતૃત્વ મળ્યું એનું અમને અભિમાન છે,  ભગવાન તમારા બધાજ કામોમાં સફળતા મળે,  એવુ કહેતા એક પત્રમાં  સાંસદ અરવિંદ સાવંત એ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ની પ્રશંસા પણ કરી.  આજે  બધાજ સ્તર ઉપર તમારા વખાણ થતા હોવાનું પણ  સાંસદ સાવંત એ પત્રમાં નોંધાવ્યું છે.આપશ્રી કોરોનાને ખદેડીમૂકવામાટે જે  યુદ્ધ છેડયું છે એ યુદ્ધમાં અમે તમારાસાથેજ છીએ એવી બાંહેધરી પણ અરવિંદ સાવંત એ  ઉદ્ધવ ઠાકરેને આપી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39smWQk
via Latest Gujarati News

Post a Comment

0 Comments