અમેરિકાના આ રાજ્યમાં યોગ પર લાગેલો 27 વર્ષ જુનો પ્રતિબંધ હટાવાયો

વોશિંગ્ટન, તા.15 માર્ચ 2020, રવિવાર

આખી દુનિયામાં હવે યોગની બોલબાલા છે. હવે તો વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી થવા માંડી છે.

આ બધાની વચ્ચે તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાના એક રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી યોગ પર પ્રતિબંધ હતો.અલાબામા નામના રાજ્યમાં આ પ્રતિબંધ હવે ઉઠાવી લેવાયો છે.

અલાબામામાં હાઉસ ઓફ રિપ્રઝન્ટેટિવ્સમાં કેટલાય મહિનાઓથી આ પ્રતિબંધ હટાવવો કે નહી તે માટે ચર્ચા ચાલી રહી હતી. આખે તેના પર મતદાન કરાયુ હતુ.પ્રતિબંધ હટાવવાની તરફેણમાં 84 અને વિરોધમાં 17 મત પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેટલાક કટ્ટરવાદી સંગઠનોના દબાવમાં આવીને અલાબામાની રાજ્ય સરકારે 1993માં રાજ્યની તમામ પબ્લિક સ્કૂલોમાં યોગની સાથે સાથે મેડિટેશન પર પણ રોક લગાવી હતી.

જોકે ડેમોક્રેટિક પાર્ટીના એક વિધાયક જેરમી ગ્રે દ્વારા મંગળવારે આ રોક હટાવવા માટે ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો. જેના પર મતદાન બાદ ભારે બહુમતીથી પ્રસ્તાવ મંજૂર થયો હતો. યોગ હટાવવાના પ્રસ્તાવને હવે રાજ્યની સેનેટમાં મોકલાશે. જ્યાં તેને મંજૂરી મળશે તો સ્કૂલોમાં યોગને વૈકલ્પિક પ્રવૃત્તિ તરીકે દાખલ કરી શકાશે.

જોકે યોગ પરથી તો આ રાજ્યમાંથી પ્રતિબંધ હટાવી લીધો છે પણ અહીંની સરકારે એક આશ્ચર્યજનક પગલુ લઈને નમસ્તે કરવા પર પ્રતિબંધ લગાડી દીધો છે.






from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wXaf2p
via Latest Gujarati News

Post a Comment

0 Comments