MP: આવતીકાલે ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરથી ભોપાલ લવાયા

ભોપાલ, તા.15 માર્ચ 2020, રવિવાર

મધ્યપ્રદેશમાં જ્યોરાદિત્ય સિંધિયાએ પોતાના વફાદાર 22 ધારાસભ્યોને લઈને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ શરુ થયેલો ડ્રામા યથાવત છે.

રાજ્યપાલ લાલજી ટંડને મુશ્કેલીમાં મુકાયેલી કમલનાથ સરકારને 16 માર્ચે એટલે કે સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપ્યો છે અને એ પછી રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે.

કોંગ્રેસમાંથી નિકળી ગયેલા 22 ધારાસભ્યોને કારણે કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. જોકે કોંગ્રેસ અને ભાજપ આ મુદ્દે એક બીજાની સામે દાવા કરી રહ્યા છે ત્યારે ફ્લોર ટેસ્ટ પહેલા આજે કોંગ્રેસના 92 ધારાસભ્યો વિશેષ ફલાઈટ મારફતે જયપુરથી ભોપલ પહોંચી ગયા છે. તેમને સીધા હોટલ લઈ જવાયા છે.

કોંગ્રેસ વિધાયક દળની બેઠકમાં આ ધારાસભ્યો સાંજે સામેલ થશે.ધારાસભ્યોને જે હોટલમાં રખાયા છે તેની આસપાસ પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.

મધ્યપ્રદેશ સરકારના મંત્રી પી સી શર્માએ આરોપ લગાવ્યો છે કે, ભાજપનો ડર હોવાથી ધારાસભ્યોને ખસેડવા પડી રહ્યા છે. ભાજપ હિપ્નોટિઝમ અને તંત્ર મંત્રથી ધારાસભ્યોને પ્રભાવિત કરે છે.આમ છતા અમે ભાજપને પહોંચી વળવા માટે સક્ષમ છે. કોંગ્રેસને કોઈ ડર નથી.

તેમણે કહ્યુ હતુ કે, ભાજપે જે કોંગ્રેસના ધારાસભ્યો( સિંધિયાની સાથે ગયેલા)ને બેંગ્લોરમાં બંધક બનાવ્યા છે તેમની સાથે અમે સંપર્કમાં છે. ભલે 6 મંત્રીઓની હકાલપટ્ટી કરાઈ હોય પણ એ પછીય સરકાર બહુમતીમાં છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38RL9Pq
via Latest Gujarati News

Post a Comment

0 Comments