પૂર્વ રો ચીફનો દાવો, મારા લીધે ફારુખ અબ્દુલ્લાને નજરકેદમાંથી મુક્ત કરાયા

શ્રીનગર, તા.15 માર્ચ 2020, રવિવાર

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ફારુખ અબ્દુલ્લાને લઈને ભારતની જાસૂસી સંસ્થા રોના પૂર્વ ચીફ એ એસ દુલાતે આશ્ચર્યજનક દાવો કર્યો છે.

દુલાતનુ કહેવુ છે કે, ફારુખ અબ્દુલ્લાને નજરકેદમાંથી મારા કારણે મુક્ત કરવામાં આવ્યા છે. હું પોતે ફારુખને મળ્યોહ તો અને એ પછી કેન્દ્ર સરકારે તેમને છોડવાનો નિર્ણય લીધો હતો.મારી સાથેની મુલાકાતમાં ફારુખે કહ્યુ હતુ કે, હું અને મારો પુત્ર દેશના વિરોધમાં બિલકુલ નથી.

દુલાતે કહ્યુ હતુ કે, તાજેતરમાં મેં કાશ્મીરની મુલાકાત લીધી હતી ત્યારે હું એક વિશેષ મિશન પર હતો.જેના ભાગરુપે હું ફારુખને મળ્યો હતો અને આ મુલાકાતની જાણકારી અજિત દોવાલ અને પીએમઓને આપી હતી. હું તેમને મળ્યો ત્યારે તેઓ બહુ થાકેલા લાગતા હતા અને તેમની તબિયત પણ ઠીક નહોતી. જોકે તેમણે મને કહ્યુ હતુ કે, મારી પ્રતિબધ્ધતા ભારત પ્રતિ જ છે.

દુલાતને કાશ્મીર મામલાના જાણકાર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ફારુખ અબ્દુલ્લાને સાત મહિના નજરકેદ હેઠળ રાખ્યા બાદ બે દિવસ પહેલા જ સરકારે મુક્ત કર્યા છે.





from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qk7dMu
via Latest Gujarati News

Post a Comment

0 Comments