
કોરોનાને કારણે લેહ-લદ્દાખમાં 31મી માર્ચ સુધી બધી જ સ્કૂલો બંધ રાખવા આદેશ, અન્ય રાજ્યો પણ સતર્ક
આગરામાં વધુ એક શંકાસ્પદ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ આઠ મામલા, તંત્ર સતર્ક
તિરૂઅનંતપુરમ, તા. 8 માર્ચ, 2020, રવિવાર
ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે જે ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે. કેરળમાં વધુ પાંચ કેસો કોરોનાના સામે આવ્યા છે જેને પગલે દેશમાં કોરોનાના કુલ 40 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ કેટલાક રાજ્યોએ કોરોના સામે પહોંચી વળવા કડક નિયમો જાહેર કરી દીધા છે અને કેરળને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યું છે.
કેરળમાં એક પરિવાર ઇટાલીથી પરત ફર્યો હતો જેને પગલે તેની તપાસ કરતા કોરોના વાઇરસ ઝડપાયો હતો જ્યારે તેના બે સંબંધીને પણ કોરોના વાઇરલ લાગી ગયો છે.
આ સ્થિતિ વચ્ચે કેરળ સરકારે એક એડવાઇઝરી જાહેર કરીને ચેતવણી આપી હતી કે જો કોઇ પણ વ્યક્તિ કોરોના વાઇરસના લક્ષણો હોવા છતા તેની જાણકારી પ્રશાસનને નહીં આપે અથવા પોતે વિદેશથી હાલમાં જ પરત ફર્યા હોવાનું જાહેર નહીં કરે તો તેવા લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
કેરળ સરકારે સાથે એમ પણ જણાવ્યું છે કે જે લોકો વિદેશથી આવી ગયા હોય અને પોતાનો કોરોના ટેસ્ટ ન કરાવ્યો હોય તેઓએ સરકાર અને સ્થાનિક પ્રશાસનનો સંપર્ક ખાસ કરવો અને પોતાનો ટેસ્ટ કરાવી લેવો જેથી અન્ય લોકોને તેનો ચેપ ન લાગે અને જો આમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેની વિરૂદ્ધ સજાપાત્ર ગુનો દાખલ કરાશે.
તામિલનાડુમાં પણ એક સગીરને કોરોના વાઇરસ હોવાની શંકા જણાતા સારવાર હેઠળ મોકલવામાં આવ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસ માટેના કોઇ ઇમર્જન્સી કેસો આવે તો તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવે.
બીજી તરફ આગરામાં પણ એક શંકાસ્પદ શખ્સને કોરોના વાઇરસ હોવાની શંકા છે, જેને પગલે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જ્યારે આ સાથે જ ઉત્તર પ્રદેશમાં કોરોનાના આઠ કેસો સામે આવ્યા છે. તો બીજી તરફ લેહ લદ્દાખમાં બધી જ સ્કૂલોને 31મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે, કોરોના વાઇરસને કારણે આ પગલુ ભરાયું હોવાનું સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 15 જણ કોરોના વાઇરસના નિરીક્ષણ હેઠળ
રાજ્યમાં 15 જણ કોરોના વાઇરસ બીમારીના નિરીક્ષણ હેઠળ છે. જ્યારે 229 પ્રવાસીઓમાં આ બીમારી નેગેટિવ આવી છે. દરમિયાન નાગરિકોએ ગરદી હોય એવા સાર્વજનિક કાર્યક્રમ ટાળવાની અપીલ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કરી છે.
રાજ્યમાં કોરોના વાઇરસની પાર્શ્ચભૂમિ પર પ્રતિબંધાત્મક ઉપાય યોજના હેઠળ વિવિધ માધ્યમથી જનજાગૃતિ કરવામાં આવે છે. જોકે અત્યારે રાજ્યમાં બીમારી માટેના 15 જણ નિરીક્ષણ હેઠળ છે. જ્યારે 229 જણને ઘરે જવા ઘરે જવા દેવાયા છે.
મુંબઈ અને પુણે આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર 793 વિમાનમાં આવેલા તમામ પ્રવાસીઓની તપાસ કરી હતી. કેન્દ્ર સરકારની નવી સુચના અનુસાર સર્વ કોરોન ા અસરગ્રસ્ત દેશોમાંથી આવતાં પ્રવાસીઓની ચકાસણી હવાઈ મથક પર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે પુણે અને નાગપુર હવાઈ મથક પર સ્ક્રેનિંગ શરૂ કર્યું છે. આજ સુધી રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારમાંથી 532 પ્રવાસીઓ આવ્યા હતા. તેઓની ચકાસણી કરાઈ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Iuae8x
via Latest Gujarati News
0 Comments