કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરાવવામાં આવે, સુપ્રીમમાં જાહેરહિતની અરજી


નવી દિલ્હી, તા. 31 માર્ચ 2020, મંગળવાર

કોરોના વાઈરસના ટેસ્ટને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના ટેસ્ટ સરકાર ફ્રીમાં કરાવે, આ સમયે કોરોના ટેસ્ટ કરાવવા માટે ખાનગી લેબમાં 4500 રૂપિયા લાગી રહ્યાં છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે ટેસ્ટને ફ્રી કરવામાં આવે એટલે કે કોઈ શુલ્ક લેવામાં આવે નહી.

વકીલ શશાંક દેવ સુધીએ કહ્યું કે, કોરોના ટેસ્ટ માટે સરકારે જે 4500 રૂપિયા રકમ નક્કી કરી છે. તેને રદ્દ કરવામાં આવે અને ટેસ્ટ ફ્રીમાં કરાવવામાં આવે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 100 કે 50 વેન્ટિલેટર હોવા જોઈએ. જેથી ઈમર્જન્સીમાં મુશ્કેલી વગર તેનો ઉપયોગ કરી શકાય.

અરજીમાં કોર્ટને દરખાસ્ત કરવામાં આવી કે સરકાર દર્દીઓની સ્પષ્ટ જાણકારી સમયે સમયે જનતાને આપતા રહે. જે હેઠળ કોરોનાથી સંક્રમિત, કોરોના માટે ટેસ્ટ કરવામાં આવેલા કેટલા લોકોની સરવાર ચાલી રહી છે અને કેટલા લોકો સારવાર બાદ સાજા થઈ ચુક્યાં છે. સરકાર તેની જાણકારી જનતાને આપે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JuzOLe
via Latest Gujarati News

Post a Comment

0 Comments