બાઈકરોને 14મી એપ્રિલ સુધી પેટ્રોલ નહીં : એમબીએમસી કમિશનરનો પેટ્રોલ પમ્પોને આદેશ


મુંબઈ, તા.31 માર્ચ 2020, મંગળવાર

કોવિદ- ૧૯ (કોરોના વાઈરસ)ના સૌપ્રથમ પોઝિટિવ કેસની પોતાના વિસ્તારમાંથી ભાળ લાગતાં ચોંકી ઊઠેલા મીરા- ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (એમબીએમસી)એ લોકોની અવરજવરને નિયંત્રણમાં રાખવા માટેના તેના પ્રયાસોને વધુ સધન કર્યા છે.

આ મુજબ, મ્યુનિસિપલ કમિશનર ચન્દ્રકાન્ત ડાંગેએ ૧૪મી એપ્રિલ સુધી ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં આપવાનો આદેશ ગઈકાલે (સોમવારે) તમામ પેટ્રોલ પમ્પોને આપ્યો હતો.

તેમણે એપિડેમિક ડિસીઝ એક્ટ, ૧૮૯૭ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ હેઠળ આ આદેશ જારી કર્યો છે.

બાઈકરો લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન કરીને શહેરમાં ફરતા જોવા મળ્યા બાદ તેમને પેટ્રોલ નહીં આપવાનો આદેશ પેટ્રોલ પમ્પોને આપવામાં આવ્યો હતો. લોકડાઉનનો અમલ લોકોની સલામતી માટે કરવામાં આવતો હોવાની બાબત પર ભાર મૂકવા સાથે પોલીસે લોકડાઉનના નિયમોનું પાલન કરવાનો અનુરોધ લોકોને કર્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jtj8n9
via Latest Gujarati News

Post a Comment

0 Comments