
મુંબઈ, તા.31 માર્ચ 2020, મંગળવાર
મુંબઇમાં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે યુદ્ધસ્તરે પગલા લેવાનો આદેશ રાજ્યમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે. મુંબઇના નગરસેવકોના ૨૨૭ વોર્ડમાં મુંબઇ મહાનગર પાલિકાની ખાસ ઇમરજન્સી ટીમ બનાવીને ઘરે ઘરે જઇને લોકોની તપાસ કરવાનું શરૂ કરાવો. મુંબઇમાં ગીચ વસ્તી થતા કોરોના વાઇરસના ફેલાવો થવાની શક્યતાને ધ્યાનમાં લઇને મુખ્ય પ્રધાને મુંબઇ મહાનગર પાલિકાએ આદેશ આપ્યો છે.
નાગરિકો માટે જીવનાવશ્યક ચીજવસ્તુની દુકાનો ખુલ્લી રાખવાનું જાહેર કર્યું હતું. પણ લોકો ગેરલાભ લઇને બેધડક ફરવા નીકળે છે. તો સુવિધા બંધ કરવાનો કઠોર નિર્ણય લેવાશે, એમ તેમણે જણાવ્યું હતું.
કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ વોર્ડ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજાઇ હતી. અને મહત્વપૂર્ણ સૂચના અપાઇ હતી. આ વેળા પાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ વહીવટીતંત્રે કોરોનાને નિયંત્રણમાં લેવા હાથ ધરેલા પગલા બાબતે વાકેફ કર્યા હતાં.
વરલી કોલીવાડામાં કોરોનાગ્રસ્ત દરદી મળી આવતા તે ક્ષેત્રને સીલ કર્યું છે. મુંબઇ દેશની આર્થિક રાજધાની છે. આ ઠેકાણે આ બીમારી નિયંત્રણમાં રહેવી જોઇએ એમ કહીને મુખ્ય પ્રધાને આગ્રહ ધર્યો હતો કે તાત્કાલિક તબીબી ઇમરજન્સી ટીમ સ્ક્રીપ કરીને ચકાસણીની શરૂઆત કરવી જોઇએ.
આ ટુકડી પાસે એક વાહન તેમજ પાલિકા અધિકારી- કર્મચારી, પોલીસ તેમજ મહેસૂલ વિભાગના કર્મચારી તેમજ તબીબી સહાયક આ ટુકડી બનાવી તેઓ કોરોના ગ્રસ્ત દરદી, તેમના સંપર્કમાં આવેલા લોકોની માહિતી પ્રત્યક્ષ જઇને લેશે તેમજ તાવ, શરદી, નિમોનિયા જેવી બીમારીમાં સપડાયેલા લોકોને શોધી ચકાસણી માટે આગળ કાર્યવાહી થઇ શકશે.
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આપણે લોકોની સુવિધા મળે એ માટે ૨૪ કલાક જીવનાવશ્યક ચીજવસ્તુની દુકાનો, દવાની દુકાનો ખુલ્લી રાખવ ાનું જાહેર કર્યું હતું. પણ આના આડમાં ગેરફાયદો લઇને લોકો ફરવા નીકળતા હોય તો તે સુવિધા બંધ કરવાનો કઠોર નિર્ણય લેવો પડશે એવા સંકેતો આપ્યા હતાં.
ખાનગી ડોક્ટરોને દવાખાના શરૂ કરવા વિનંતી કરો. દવાખાનાઓ શરૂ કરાવો. જેથી શાસકીય આરોગ્ય યંત્રણા પર બોજો હળવો થાય. સ્વચ્છતા તરફ ધ્યાન રાખવું, માર્કેટોમાં થતી ગરદી ઓછી થાય તે માટે માર્કેટો ખુલ્લી જગા પર સ્થળાંતર કરો એવી સૂચના મુખ્ય પ્રધાને આપી હતી.
સોસાયટીઓમાં દવાનો છંટકાવ કરાવો, પણ આવશ્યક મુજબ તપાસ કરીને છંટકાવ કરાવો એવું તેમણે ઉમેર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ayNgcB
via Latest Gujarati News
0 Comments