મહારાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં કોરોનાના 72 નવા કેસ : દરદીની સંખ્યા વધી 302 થઇ


મુંબઈ, તા.31 માર્ચ 2020, મંગળવાર

મહારાષ્ટ્રમાં વિધી રહેલા કોરોનાગ્રસ્તોને ધ્યાનમાં લઇને રાજ્યના આરોગ્ય વિભાગ ચિંતીત થયો છે. મુંબઇ સહિત રાજ્યભરમાં ગત ૨૪ કલાકમાં ૭૨ નવા કોરોનાગ્રસ્તો દરદી નોંધાયા છે. આના પગલે રાજ્યમાં દરદીઓની સંખ્યા ૩૦૨ ઉપર પહોંચ્યો છે.

મુંબઇ અને પરિસરમાં ૬૭ દરદી મળી આવ્યા છે. મુંબઇ દરદીઓની સંખ્યા વધી રહી છે. આથી મુખ્ય પ્રધાને ઉદ્ધવ ટાકરે આજે મુંબઇ મહાનગર પાલિકામાં જઇને આવશ્યક તાત્કાલિક પગલા લેવાનો આદેશ આપ્યો હતો.

સંપૂર્ણ રાજ્ય લોકડાઉન છે. છતાં આજે દિવસમાં ૭૨ નવા દરદી મળી આવતા ગભરાટ ફેલાયેલો છે. રાજ્યમાં ૨૩૦થી વધીને આંકડો ૩૦૨ થયો છે. આજે મળેલા ૭૨ દરદી પૈકી મુંબઇ અને આસપાસના વિસ્તારના મળીને ૬૭ દરદી છે. જેમાં સૌથી વધુ મુંબઇ ૫૯ દરદી છે. જ્યારે પુણે, થાણે, કલ્યાણ- ડોંબિવલી, નવી મુંબઇ, વાશી, વિરારમાં પ્રત્યેકમાં બે- બે દરદીનો મળી આવ્યા છે. અહમદનગર જિલ્લામાં પણ ૨ દરદી પોઝીટીવ મળી આવ્યા હતા. આથી રાજ્યમાં કુલ મળીને નવા ૭૨ દરદી મળી આવ્યા હોવાનું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું. 

રાજ્યમાં ૩૦૨ દરદીઓ છે. એમાં સૌથી વધુ મુંબઇમાં ૧૫૭, પુણેમાં ૪૮, સાંગલીમાં ૨૫, થાણેમાં ૩૬, નાગપુરમાં ૧૬, અહમદનગરમાં ૮, યવતમાળમાં ૪, બુલઢાણામાં ૩, સાતારા- કોલ્હાપુર-૨, ઔરંગાબાદ-૧નો સમાવેશ થાય છે.

જ્યારે આ કોરોનામાં રાજ્યમાં અત્યાર સુધી ૧૧ જણ મૃત્યુ પામ્યા છે. એમાં મુંબઇમાં ૮, પુણેમાં ૧, થાણે પરિસરમાં-૧, ઔરંગાબાદ- સિંધુદુર્ગમાં ૧નો સમાવેશ થાય છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39C9xoB
via Latest Gujarati News

Post a Comment

0 Comments