
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.31 માર્ચ 2020, મંગળવાર
રાજ બબ્બર અને સ્વ. સ્મિતા પાટીલના પુત્ર પ્રતીક બબ્બરના જીવનની ગાડી વારંવાર પાટા પરથી ઊતરી જાય છે.
ડ્રગની આદતમાંથી માંડમાંડ ુ છુટકારો મેળવવાનો દાવો કરતા પ્રતીકના લગ્ન જીવનમાં હવે ભંગાણ થયાની આશંકા છે.
પ્રતિકના લગ્ન સાન્યા સાથેના લગ્નને હજી તો એક વરસ પુરુ થયું છે. તેવામાં તે પત્નીથી અલગ રહી રહ્યો હોવાની ચર્ચા છે. રિપોર્ટસની માનીએ તો બન્ને વચ્ચે હાલ સમુસૂથરું ન ચાલી રહ્યું હોવાથી બન્નેએ અલગ અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વાતની પુષ્ટિ થઇ નથી.
સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, પ્રતીક બબ્બર અને સાન્યા સાગરના વચ્ચે ઠીકઠાક નથી ચાલી રહ્યું. બન્ને જણા ઘણા અઠવાડિયાઓથી અલગ રહે છે. રિપોર્ટમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, પ્રતિક સાથેની ફોન પરની વાતચીત દરમિયાન તેણે એવું કાંઇ નથી કહીને વાત ટાળી દીધી હતી.
આ રિપોર્ટમાં એવો ટાંકવામાં પણ આવ્યું છે કે, સાન્યા બબ્બર પરિવારના કોઇ પણ કૌટુબિક કાર્યક્રમમાં સામેલ થતી નથી. હાલમાં જ રાજ બબ્બરની એનિવર્સરી પાર્ટી અને હોળી સેલિબ્રેશનમાં દેખાણી નહોતી.
ત્યારથી પ્રતિક અને તેના વચ્ચેના અણબનાવ લોકોની નજરમાં આવ્યો છે. એટલું જ નહીં સાન્યાએ પણ આ મહિનાના પોતાના નાટકમાં પ્રતિકને આમંત્રણ મઆપ્યું નહોતું તેથી તેમના લગ્ન જીવનમાં ભંગાણ પડયાની ચર્ચાએ વેગ પકડયો છે.
એટલું જન હીં પ્રતિકે સોશિયલ મીડિયાના પોતાના અકાઉન્ટ પરથી સાન્યા સાથેની તમામ તસવીરો હટાવી દીધી છે તેમજ બન્ને એકબીજાને અનફોલો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતીક અને સાન્યાના લગ્ન ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ના ધામધૂમથી થયા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UUqvJN
via Latest Gujarati News
0 Comments