
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.31 માર્ચ 2020, મંગળવાર
બોલીવૂડ સેલિબ્રિટિઓની આર્થિક સહાયની યાદીમાં સારા અલી ખાન, વિકી કોશલ અને રોહિત શેટ્ટીનું નામ પણ ઉમેરાઇ ગયું છે.
ફિલ્મ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં હાઉસ ધ જોશ સાથે જ દરેકના દિલમાં જગા મેળવનાર વિક્કી કોશલે પીએમ અને મહારાષ્ટ્ર સરકારના દાન કોષમાં એક કરોડ રૂપિયાની આર્થિક સહાય કરી છે. વિક્કીએ સ્વંય આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
જ્યારે બીજી બાજુ સારા અલી ખાને પણ પીએમ અને મહારાષ્ટ્ર સરકારના દાન કોષમાં આર્તિક મદદ કરી છે. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. પરંતુ તેણે કેટલી રકમનું દાન કર્યું તે અંગે મોન સેવ્યું છે.
રોહિતે પણ સલમાનની માફક જ પોતાની સાથે કામ કરનારા જરૂરિયાત લોકોની મદદ માટે આગળ આવ્યો છે. રોહિતે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝ સાથે કામ કરનારા લોકોની મદદ માટે રૂપિયા ૫૧ લાખ ફાળવ્યા છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા એમ્પલોયઝના પ્રેસિડન્ટે એક અખબારના ડોટ કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રોહિત શેટ્ટીએ મજૂરોની મદદ માટે રૂપિયા ૫૧ લાખની મદદ કરી છે. આ પહેલા ફ્રેમ્સ ફિલ્મ પ્રોડકશને રૂપિયા ૨૫ લાખના દાણા-પાણી એટલે કે રેશનિંગ આપ્યું હતું. જ્યારે શશિ સમુમિત પ્રોડકશન તરફથી ૫૦ હજાર રૂપિાનું દાન આપ્યું છે. અમે અમિતાભ બચ્ચનને ઇમેલ કરીને મજૂરોની મદદ માટે આગળ આવવાની વિનંતી કરી છે, પરંતુ હજી સુધી તેમનો કોઇ જવાબ આવ્યો નથી. આ મામલે સલમાન ખાન સાથે વાતચીત ચાલુ છે અને તેણે મજૂરોના એકાઉન્ટની ડિટેલ્સ માંગી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2USiSna
via Latest Gujarati News
0 Comments