
મુંબઈ,તા.14 માર્ચ 2020 શનિવાર
વિદેશમાં ભણતાં વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે, કારણ હાર્વર્ડ, હમ્બોલ્ડ, ચાર્લ્સ જેવી યુનિવર્સિટીઓ સહિત મિલાન, ઈટાલીની યુનિવર્સિટીઓ પણ કોરોના વાયરસને કારણે તાત્પુરતી બંધ કરી દેવાઈ છે.
યુનિવર્સિટીઓએ વેબસાઈટ પર અપડેટ મૂક્યું છે કે, આગામી ૩૧ માર્ચ સુધીમાં કોઈ ક્લાસ થશે નહીં તેમજ કોઈ ઈવેન્ટ પણ નહીં યોજાય માટે વિદ્યાર્થીઓએ આવવું નહીં. હાર્વર્ડ યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થીઓને કેમ્પસ ખાલી કરવા કહી દેવાયું છે. આથી કેમ્પસમાં રહેતાં વિદ્યાર્થીઓએ બીજે ઘર જોવાની વેળા આવી છે. મુંબઈના હાર્વર્ડમાં ભણતાં એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, મારી એક બહેન અહીં બીજા રાજ્યમાં રહે છે, આથી હું ત્યાં શિફ્ટ થઈ જઈશ. મારી પાસે અહીં સુવિધા છે, પરંતુ જે વિદ્યાર્થીઓનું અહીં કોઈ સગું નથી, તેઓ ક્યાં જશે?
હમ્બોલ્ટ યુનિવર્સિટીએ પણ જણાવ્યું છે કે, જે વિદ્યાર્થી, સ્ટાફ મેમ્બરો કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવી રહ્યાં છે, તેમને ૧૪ દિવસ ક્વોરોન્ટાઈન કરાયા બાદ જ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાશે. તો ઈટાલીમાં પણ વિદ્યાર્થીઓને ઘરે જ રહેવાનું અને રેસ્ટોરાં, બારમાં ન જવા કહી દેવાયું છે.
બીજી તરફ ઓક્સફર્ડ, કેમ્બ્રિજ અને કિંગ્સ કૉલેજ જેવી વિદેશી યુનિવર્સિટીઓમાં મોટાં પ્રમાણમાં વિદ્યાર્થી સંખ્યા હોવાથી સુરક્ષાઓ વધારી દીધી છે, પરંતુ કૉલેજો સંપૂર્ણપણે બંધ કરી શકાઈ નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qi0Hpl
via Latest Gujarati News
0 Comments