રણબીર અને આલિયા ભટ્ટના બ્રેકઅપની ચર્ચા પુરજોશમાં


(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ,તા.19 માર્ચ 2020, ગુરુવાર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પ્રેમકથની ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ  પર શરૂ થઇ હતી. રણબીરના પરિવારને આલિયા પસંદ પડી ગઇ હતી, અને તેમની મૈત્રી સ્વીકારી હતી. આ બાજુ મહેશ ભટ્ટ પણ કપૂર પરિવારના સંબંધથી ખુશખુશાલ હતો. 

રણબીર અને આલિયા બન્નેના પરિવારના પ્રસંગે તેમજ પાર્ટી અને તહેવારે એકબીજાને ત્યાં જતા-આવતા હતા. પરંતુ હવે બોલીવૂડમાં ગણગણાટ થઇ રહ્યો છે કે, બન્નેનું બ્રેકઅપ થઇ ગયું છે. 

તાજેતરમાં આલિયાના જન્મદિવસે રણબીરની ગેરહાજરીની લોકોએ નોંધ લીધી છે, અને તેમના બ્રેકઅપની અટકળો શરૂ થઇ ગઇ છે. આલિયાએ પોતાની બર્થ ડે તેની ગર્લ ગેંગ અને બહેન શાહિન સાથે મનાવી હતી. તેમજ તેની ખાસ બહેનપણી રંજન કપૂર પણ સામેલ થઇ હતી. આલિયાએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર આ તસવીરો પણ ચાહકો સાથે શેર કરી હતી. આલિયાની માતા  સોની રાઝદાન અને રણબીરની માતા નીતુ કપૂરે પણ આલિયાને જન્મદિવસની શુભેચ્છા સોશિયલ મીડિયા પર આપી હતી, પરંતુ રણબીરની વિશ સોશિયલ મીડિયા પર જોવા ન મળવાથી તેમના બ્રેકઅપની ચર્ચા શરૂ થઇ ગઇ છે. 

જોકે આલિયા અને રણબીરના નજીકના સૂત્રોના  અનુસાર આ બધી વાતો બકવાસ છે. બન્નેના ચાહકો તેમના લગ્નની રાહ જોઇ રહ્યા છે, ત્યારે આ વાતથી તેઓ પણ નિરાશ થઇ ગયા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uq5qGZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments