મુંબઇને કદી આટલું ખામોશ જોયું નથી : અમિતાભ બચ્ચન


(પ્રતિનિધિ દ્વારા)        મુંબઇ, તા.19 માર્ચ 2020, ગુરુવાર

કોરોના વાયરસના ભયને કારણે મુંબઇ ઠપ થઇ ગયું હોવાની લાગણી લોકોને થઇ રહી છે. બોલીવૂડ અને ટચૂકડા પડદાના શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. કલાકારો પોતપોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે.

કારાવાસ  ભોગવતા હોય એવી  સ્થિતિ આજે લોકોની છે. પોતાને સુરક્ષિત રાખવા માટે લોકો ગંભીરતાથી વિચારી રહ્યા છે. એવામાં અમિતાભ બચ્ચને એક ટ્વિટ ચાહકો સાથે શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. 

બિગ બીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, આ પહેલા મેં કદી મુંબઇ શહેરને આવું સૂમસામ અને ચૂપચાપ જોયું નથી. આટલી બધી નીરવ શાંતિ અને ખામોશી...અચાનક આપણને લાગવા લાગે છે કે મુંબઇના આપણે એક માત્ર નિવાસી છીએ. સુરક્ષા કાજે સહુ સંભાળીને રહેશો.

અમિતાભની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. 

બોલીવૂડના મોટા ભાગના કલાકારો પોતપોતાના ઘરે શું કરી રહ્યા છે એનો વિડીયો સોશિયલમ મીડિયા પર શેર કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, અમિતાભ સોશિયલ મીડિયા પર બહુ સક્રિય છે. તાજેતરમાં તેમણે કોરોનાને ઉદ્દેશીને એક કવિતા પણ સોશિયલ મીડિયા પર મુકી હતી તેમજ પોતાના કંઠે સંભળાવી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xLDDc7
via Latest Gujarati News

Post a Comment

0 Comments