કોરોનાના કારણે શાહીનબાગમાંથી પ્રદર્શનકારીઓને તાત્કાલિક દૂર કરવા સુપ્રીમમાં અરજી દાખલ

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2020 ગુરૂવાર

કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને પગલે દિલ્હીના શાહીનબાગના પ્રદર્શનકારીઓને દૂર કરવા માટે SCમાં અરજી દાખલ કરાઈ છે. 

જનહિત અરજી દાખલ

કોરોના વાયરસને ધ્યાન રાખતા દિલ્હી શાહીન બાગમાંથી પ્રદર્શનકારીઓને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. 

10મા અને 12માની પરીક્ષા ટળી

ગુરૂવારે સવાર સુધી સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 175 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 47 કેસ, દિલ્હીમાં 12, તેલંગાણામાં 7 કેસ નોંધાયા છે. આ સિવાય યુપીના નોઈડા, તમિલનાડુ, પંજાબ અને છત્તીસગઢમાં પણ નવા દર્દી નોંધાયા છે. ICSE બોર્ડે ગુરૂવારે 10મા અને 12માની પરીક્ષા ટાળી દીધી છે. અગાઉ CBSEએ એક દિવસ પહેલા 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ ટાળી દીધી હતી. 

ભારતમાં 36 દેશોમાંથી આવનાર મુસાફરોના પ્રવેશ પર અસ્થાયી રોક

ભારત સરકારે 36 દેશોમાંથી આવનાર મુસાફરોના પ્રવેશ પર અસ્થાયી રોક લગાવી દીધી છે. 11 દેશોના મુસાફરોને અનિવાર્ય રીતે અલગ રાખવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલય અનુસાર પ્રતિબંધિત દેશોને છોડીને ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા કાર્ડધારકોને ભારતમાં પ્રવેશ માટે ભારતીય મિશનોથી નવા વિઝા લેવા પડશે. 

મંત્રાલયના પ્રવક્તા અનુસાર કોઈ પણ એરલાઈન ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બુલ્ગારિયા, ક્રોએશિયા, સાઈપ્રસ, ચેક ગણરાજ્ય, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આઈસલેન્ડ, હંગરી, આયરલેન્ડ, ઈટલી, લાતવિયા, લિકટેસ્ટીન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, તુર્કી, બ્રિટનથી કોઈ પણ મુસાફરને ભારત લાવશે નહીં. 17 માર્ચથી એરલાઈનો તરફથી ફિલિપાઈન્સ, મલેશિયા અને અફઘાનિસ્તાનથી મુસાફરો લાવવા પર પણ રોક લગાવી દીધી છે. 

છત્તીસગઢમાં એક મહિલા કોરોનો પોઝીટિવ, ઈંગ્લેન્ડથી આવી હતી ભારત

છત્તીસગઢમાં 23 વર્ષીય એક મહિલામાં કોરોનાના લક્ષણ મળ્યા છે. આ મહિલા અત્યારે ઈંગ્લેન્ડથી ભારત આવી હતી. મહિલાને ક્વારનટાઈન માટે રાયપુરના એઈમ્સમાં દાખલ કરવામાં આવી છે. 

એક હજારથી વધારે લોકોના સેમ્પલ લાવવામાં આવ્યા, 826 કેસ નેગેટિવ મળ્યા

સમગ્ર દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના એક હજાર સેમ્પલ લાવવામાં આવ્યા. જેમાંથી 826 કેસ નેગેટીવ મળ્યા છે. આઈસીએમઆરનો દાવો છે કે દેશમાં અત્યારે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન બન્યા નથી, જેના કારણે સેમ્પલ મોટી સંખ્યામાં લાવી શકાતા નથી. 

કેટલાક રાજ્ય આજે સરકારી ઓફિસ બંધ કરવા પર લઈ શકે છે નિર્ણય

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેને જોતા કેટલાક રાજ્યોની સરકારો આજે ઓફિસ બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તરાખંડ સામેલ છે. આ રાજ્યો સિવાય વધુ કેટલાક રાજ્ય પણ આ નિર્ણય પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. 

તેલંગાણામાં કોરોનાની સંખ્યા વધીને 13 થઈ

તેલંગાણામાં કોરોનાના વધુ 7 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. પબ્લિક હેલ્થ ડાયરેક્ટોરેટ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તમામ કેસમાં પીડિત વ્યક્તિ ઈન્ડોનેશિયાઈ નાગરિક છે. તમામ લોકો એક જ ટ્રેનમાં સફર કરી રહ્યા હતા. આ સાથે જ હવે તેલંગાણામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. 

યુકેથી પાછી ફરી હતી મહિલા

ચંદીગઢમાં કોરોના વાયરસનો એક કેસ સામે આવ્યો છે. 23 વર્ષની એક મહિલામાં કોરોના પોઝીટિવ છે. તે અત્યારે જ યુનાઈટેડ કિંગડમથી પાછી ફરી હતી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vBaGPy
via Latest Gujarati News

Post a Comment

0 Comments