નવી દિલ્હી, તા. 19. માર્ચ 2020 ગુરૂવાર
લખનૌની કેજીએમયુ હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં લાગેલી એક ટીમના રેસિડેન્ટ ડોક્ટરને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
આ જ ટીમના બીજા બે ડોક્ટરોમાં પણ આ વાયરસનાલ ક્ષણો જોવા મળતા હવે ચિંતાનુ મોજુ પ્રસરી ગયુ છે.એ પછી દર્દીઓની સારવાર કરનાર આખી ટીમને હટાવીને તેની જગ્યાએ બીજી ટી્મને સારવાર માટે કામે લગાડાઈ છે.
બીજી તરફ આ બે ડૉક્ટરોને આઈસોલેશન વોર્ડમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હવે કેજીએમયુમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.કેનેડાથી આવેલી એક મહિલા ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.તેના એક સબંધીને પણ કોરોના થયો હતો.તેમની સારવાર કરનાર ટીમના એક ડોક્ટરને પણ ચેપ લાગ્યા બાદ આ જ ટીમના વધુ બે ડોક્ટરોમાં તેના લક્ષણ જોવા મળ્યા છે.
જોકે 14 સભ્યોની આ ટીમમાં બાકીના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આમ છતા સાવચેતીના ભાગરુપે તમામને આઈસોલેશન વોર્ડમાં સામેલ કરાયા છે.
પાંચ દિવસ બાદ ફરી એક વખત આ ડોકટરોનો ટેસ્ટ કરવામાં આવશે કારણકે એવુ મનાય છે કે, પાંચથી સાત દિવસમાં વાયરસ સક્રીય થતો હોય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QszVL7
via Latest Gujarati News
0 Comments