
મુંબઈ,તા.19 માર્ચ 2020 ગુરૂવાર
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની બિમારીની દહેશત દરમિયાન માસ્કની અછતને પહોંચી વળવા રાજ્યની જેલોમાં માસ્ક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે
ગૃહ ખાતાના પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન માસ્કની વધતી જતી માગને પહોંચી વળવા માટેના પ્રયાસમાં મહારાષ્ટ્રની સેન્ટ્રલ જેલોના કેદીઓએ તે બનાવવાનું શરૂ કર્યું છે.
આમાંના કેટલાક માસ્કનો ઉપયોગ કેદીઓ તથા જેલ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જ્યારે બાકીના વિક્રેતાઓને પહોંચાડવામાં આવે છે. માસ્ક ઉત્પાદન માટે કેદીઓને મહેનતાણું ચૂકવવામાં આવે છે.
દરમિયાન, કોરોનાના રોગચાળાને ધ્યાનમાં લઈ તમામ નવા કેદીઓનું સ્ક્રિનિંગ (તબીબી તપાસ) કરવાનો આદેશ દેશમુખે જેલ વહીવટીતંત્રને આપ્યો છે.
જેલોમાંની કેદીઓની ગીચતા ઓછી કરવા કેટલાક કેદીઓને અન્ જેલોમાં ખસેડવામાં આવશે. મુંબઈની જેલના નવા કેદીઓને તળોજાની જેલમાં મોકલવામાં આવશે એમ દેશમુખે કહ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ પૂરતું કેદીઓને મળવાની છૂટ તેમાં પરિવારજનોને અપાશે નહીં તેમ જ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ખટલા ચલાવવાની વિનંતી પણ અદાલતોને કરવામાં આવી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bcRQxm
via Latest Gujarati News
0 Comments