
મુંબઇ/ ચેન્નઇ, તા. 30 માર્ચ 2020, સોમવાર
દુબઇના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શનિવારે શહેરના સૌથી ગીચ વસતિ ધરાવતા વિસ્તદાર નાઇફમાં કોવિદ-૧૯ના કેસોની વિગતો મેળવવા ડોર ટુ ડોર સ્ક્રીનિંગ શરૂ કર્યું ત્યારે કેરળના આરોગ્ય અધિકારીઓના પેટમાં તેલ રેડાયું હતું. એટલા માટે કે છેલ્લા થોડા દિવસો દરમિયાન કાસરગોડ જિલ્લામાં પાછા ફરેલા લગભગ ૭૦ ટકા લોકો દુબઇના ઉક્ત ગીચ કમર્શિયલ કમ રેસિડેન્સિયલ એરિયામાં રહે છે.
આ દુબઇથી પાછા ફરેલા લોકોને હવે 'હાઇ રિસ્ક' કેટેગરીમાં મુકી કોરોનાવાયરસના ઇફેક્શન માટે એમનું ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. કેરળના સંસર્ગજન્ય બિમારી ખાતાના એક ઉચ્ચ અધિકારી ડો. અમર ફેટરે એવી ટીપ્પણી કરી હતી કે આ લોકો હવે રાજ્ય માટે સૌથી મોટી ચિંતા બની ગયા છે.
ગલ્ફના દેશોમાંથી ફેબુ્રઆરી અને માર્ચના આરંભે ભારત પાછા ફરેલા લોકોમાંથી ઘણાંને એરપોર્ટસ પર સ્ક્રીન પણ નથી કરાયા અને એના ક્વોરન્ટાઇન (એકાંતવાસ)માં રહેવાની તાકીદ પણ નથી કરાઇ એ વખતે સંપૂર્ણ ફોકસ ચીન, સાઉથ કોરિયા, ઇરાન, સ્પેન, ઇટાલી અને જર્મનીથી આવતા પેસેન્જરો પર હતું. ત્યારે દુબઇ અઇને સાઉદી અરેબિયા તો રડાર પર પણ નહોતા. માર્ચના બીજા સપ્તાહ સુધી તો ગલ્ફથી આવતા મુસાફરોના સ્ક્રીનિંગનો આદેશ પણ નહોતો અપાયો.
એનું પરિણામ એ આવ્યું છે કે છેલ્લા ૧૦ દિવસમાં દેશના ઘણાં રાજ્યોમાં ગલ્ફના દેશોમાં રહેતા કે ત્યાંથી ફરીને પાછા ફરેલા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
દાખલા તરીકે, મહારાષ્ટ્રની જ વાત કરીએ તો ૪૦ જણનું ગુ્રપ દુબઇ અને અબુધાબીની ટ્રિપ પરથી પાછુ ફર્યું ત્યારથી નોવેલ કોરોનો વાયરસનું આગમ થયું હતું. અત્યાર સુધીમાં આ ગુ્રપના ૧૫ જણાના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.
મહારાષ્ટ્રના કોવિદ-૧૯ના દર્દીઓમાંથી મોટાભાગના વિદેશ પ્રવાસેથી પાછા ફર્યા છે. એ પૈકી યુએઇથી આવેલા દર્દીઓની સંખ્યા વધારે છે. એટલે જ આરોગ્ય અધિકારીઓ કહે છે કે ગલ્ફથી પાછા ફરતા પેસેન્જરોનું સ્ક્રીનીંગ માર્ચના આરંભે જ શરૂ થઇ જવું જોઇતું હતું. ગુજરાતમાં પણ કોરોનાના ૪૭ દર્દીઓ પૈકી સાત દુબઇથી અને આઠ સાઉદીથી પાછા ફર્યા હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QZr4kh
via Latest Gujarati News
0 Comments