
પત્ની સોશિયલ મીડિયાથી યુવકોનો સંપર્ક કરતી જ્યારે પતિ કાશ્મીરી યુવકોની જેમ માઇન્ડ વોશ કરતો હતો
નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2020, રવિવાર
પોલીસે દિલ્હીના જામિયા નગરમાંથી એક કાશ્મીરી કપલની ધરપકડ કરી છે. પતિ જહાનજેબ સામી અને હિના બશીર બૈગ બન્ને આતંકી સંગઠન આઇએસ સાથે સંકળાયેલા હોવાની શંકા છે જોકે તેની પૂછપરછ ચાલી રહી છે.
હાલમાં દેશમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં જે પ્રદર્શન ચાલી રહ્યા છે તેેનો લાભ લઇને મુસ્લિમ યુવકોને આતંકી બનાવવાના પ્રયાસો આ બન્ને કરી રહ્યા હતા. ખાસ કરીને સીએએ અને એનઆરસીના વિરોધી મુસ્લિમોને ઉશ્કેરીને ભારતમાં કોઇ મોટા આતંકી હુમલાની તૈયારી આ બન્ને યુગલની હતી, જોકે તે પહેલા જ તેઓ ઝડપાઇ ગયા હતા.
જહાનજેબ સામી અને હિના બશીર બન્ને શ્રીનગરના રહેવાસી છે અને દિલ્હીના જામિયાનગરમાં છુપાયા હતા. એક અિધકારીએ જણાવ્યું હતું કે અમે હાલ તેમની પૂછપરછ કરી રહ્યા છીએ અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
પતિ પત્ની બન્ને અફઘાનિસ્તાન સિૃથત આતંકી સંગઠન આઇએસ-ખોરાસન પ્રોવિન્સ (આઇએસકેપી)ના સંપર્કમાં હતા અને દિલ્હીમાં યુવકોને આતંકી હુમલા માટે તૈયાર કરવા માગતા હતા. હાલ પોલીસ આ સમગ્ર મામલે કોઇ મોટુ નેટવર્ક છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ કેટલાકની ધરપકડ થાય તેવી શક્યતાઓ છે.
એવા અહેવાલો છે કે બન્નેમાંથી પતિ જહાનજેબ અફઘાનિસ્તાન સિૃથત આઇએસ સંગઠનની મદદથી ભારતમાં કોઇ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતો. આઇએસએ આ શખ્સને માત્ર જમ્મુ કાશ્મીર જ નહીં દેશના અન્ય ભાગોમાં પણ આતંકી પ્રવૃત્તિ ફેલાવવાનું કામ સોપ્યું હોવાના અહેવાલો છે.
કાશ્મીરી યુવકોને આતંકી બનાવવામાં મોટો હાથ ધરાવતો આઇએસનો અફઘાનિસ્તાનના ખોરાસનનો કમાન્ડર હુઝૈફા અલ બકિસ્તાની ધરપકડ કરાયેલા જહાનજેબીના સંપર્કમાં હતો. બન્ને મળીને સીએએનો વિરોધ કરી રહેલા મુસ્લિમ યુવકોને ભડકાવીને આતંકી બનાવવા માગતા હતા.
બાદમાં કોઇ આત્મઘાતી હુમલાને અંજામ આપવા માગતા હતા પણ તે પહેલા જ ઝડપાઇ ગયા હતા. જ્યારે તેની પત્ની હિના બશીર પણ આતંકી પ્રવૃત્તિમાં સામેલ હતી, તે સોશિયલ મીડિયા દ્વારા ટ્રેપ ગોઠવી યુવકોને આતંકી બનવા માટે ફસાવતી હતી તેવા રિપોર્ટ સામે આવ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TxsZOM
via Latest Gujarati News
0 Comments