
વર્તમાન પ્રમુખ અશરફ ગનીને ચૂંટણી પંચે ફેબુ્રઆરીમાં વિજેતા જાહેર કર્યા હતા હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ એ જ સમયગાળામાં પ્રમુખ તરીકે શપથ લીધા!
કાબુલ, તા. 9 માર્ચ, 2020, સોમવાર
અફઘાનિસ્તાનના રાજકારણમાં વિચિત્ર ઘટના બની છે. એક જ દિવસે બબ્બે નેતાઓએ પ્રમુખ તરીકે શપથ લીધા હતા. એના કારણે અમેરિકા અને તાલિબાન પણ અફઘાનિસ્તાનના ક્યા પ્રમુખ સાથે વાર્તાલાપ આગળ વધારવો તે બાબતે મૂંઝવણમાં મૂકાયાં છે. અમેરિકન રાજદૂતે મધ્યસૃથીના પ્રયાસો કર્યા હતા એ પણ નિષ્ફળ રહ્યા હતા.
અફઘાનિસ્તાનમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ચૂંટણી થઈ હતી. એની મત ગણતરી ફેબુ્રઆરીમાં પૂરી થઈ તે વખતે ચૂંટણી પંચે વર્તમાન પ્રમુખ અશરફ ગનીને વિજેતા જાહેર કર્યા હતા, પરંતુ તેમના નજીકના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ દાવો કર્યો હતો કે તેમનું ગઠબંધન પ્રમુખપદની ચૂંટણી જીત્યું છે અને તેમને બહુમતી મળી છે. અફઘાનિસ્તાનમાં સરકાર તો તેમના નેતૃત્વમાં જ બનશે એવો દાવો અબ્દુલ્લાએ કર્યો હતો.
અશરફ ગનીને શપથ સમારોહ માટે જે દિવસ નક્કી કર્યો હતો એ જ દિવસ અને એ જ સમયે અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. અશરફ ગનીના શપથ સમારોહમાં અમેરિકન રાજદૂત સહિતના મહેમાનોને આમંત્રણ અપાયું હતું.
અબ્દુલ્લાએ શપથ ગ્રહણ કર્યા તેમાં ગઠબંધનના નેતાઓ હાજર રહ્યા હતા. બંનેના સમારોહનું સૃથળ પણ સાવ નજીક રખાયું હતું. બંનેના સમારોહનું લાઈવ પ્રસારણ અફઘાનિસ્તાનની ટેલિવિઝન ચેનલોમાં થયું હતું.
આ ઘટના પછી અમેરિકન રાજદૂતે મધ્યસૃથી કરવાની કોશિશ કરી હતી, પરંતુ એમાં સફળતા મળી ન હતી. આ ઘટના પછી ભારે અરાજકતા ફેલાય તેવી શક્યતા છે. અમેરિકાએ થોડા દિવસ પહેલાં જ તાલિબાન અને અફઘાનિસ્તાન સાથે મંત્રણા કરીને સૈન્ય પાછું બોલાવી લેવાની સહમતી દર્શાવી હતી.
અમેરિકાએ અશરફ ગની સાથે મંત્રણા કરી હતી. તાલિબાની નેતાઓ સાથે આગામી 10 દિવસમાં બેઠક કરવાની હતી અને તે માટે અશરફ ગનીના નેતૃત્વમાં સમિતિ બની હતી. હવે બે નેતાઓએ દેશના પ્રમુખ હોવાનો દાવો કર્યો હોવાથી મંત્રણાને તેની ગંભીર અસર પડે એવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અશરફ ગની અને અબ્દુલ્લા વચ્ચે જૂની સ્પર્ધા છે. જોકે, 2014માં યોજાયેલી ચૂંટણી પછી પ્રમુખ ગનીએ અબ્દુલ્લાને ગઠબંધનમાં સમાવ્યા હતા અને મુખ્ય કાર્યકારી બનાવીને સત્તામાં ભાગીદારી આપી હતી. અબ્દુલ્લા વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે, પરંતુ ચૂંટણી પહેલાં ગઠબંધનમાં તિરાડ પડી હતી.
પ્રમુખોના શપથ સમારોહ વખતે ISનો રોકેટ હુમલો
વર્તમાન પ્રમુખ અશરફ ગની અને હરીફ નેતા અબ્દુલ્લા અબ્દુલ્લાએ એક સાથે શપથ સમારોહ યોજ્યો હતો. એ કારણે રાજકીય કટોકટીનો જન્મ થયો હતો. જોકે, સૃથાનિક મીડિયાના દાવા પ્રમાણે જ્યારે અશરફ ગનીએ ભાષણ આપવાનું શરૂ કર્યું ત્યારે આતંકવાદી સંગઠન આઇએસે રોકેટથી ધમાકો કર્યો હતો. અશરફ ગનીએ ભાષણ શરૂ કર્યું અને ભાષણ પૂરૂં કર્યું એ દરમિયાન એક પછી એક પાંચ રોકેટથી વિસ્ફોટ થયો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TVkE6B
via Latest Gujarati News
0 Comments