નવી દિલ્હી, તા. 30. માર્ચ 2020 સોમવાર
કોરોના વાયરસના કારણે લોકડાઉનાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં જબ્બર ઘટાડો નોંધાયો છે.
અગાઉની સરખામણીએ હાલમાં પેટ્રોલ અને ડીઝલની માગ ઘટીને માંડ 10થી 20 ટકા રહી ગઈ છે. આ સંજોગોમાં સરકારનુ ક્રુડ ઓઈલનુ ઈમ્પોર્ટ બિલ પણ ઘટી રહ્યુ છે.જાણકારોનુ માનવુ છે કે, જો લોકડાઉન ત્રણ મહિના ચાલે (સરકારે જોકે લોકાડાઉન આગળ નહી વધારવાની હાલના તબક્કે સ્પષ્ટતા કરેલી છે)તો સરકારનુ 2 લાખ કરોડ રૂપિયાનુ વિદેશી હુંડિયામણ બચશે.
દેશમાં લગભગ 78000 પેટ્રોલ પંપ છે.સામાન્ય દિવસોમાં રોજ 10 કરોડ લીટર પેટ્રોલ અને 32 કરોડ ડિઝલ વેચાય છે.દેશ 80 ટકા ક્રુડ ઓઈલ બહારથી મંગાવે છે.આ સંજોગોમાં ડિમાન્ડ થયેલો ઘટાડો સરકારનુ ઈમ્પોર્ટ બિલ ઓછુ કરશે.
2018-19માં સરકારનુ ઈમ્પોર્ટ બિલ 7.8 લાખ કરોડ રુપિયા હતુ.જે આ વર્ષે ઘટી શકે છે.જો લોકડ઼ાઉન લાંબુ ચાલ્યુ તો સરકારના 2 લાખ કરોડ રુપિયાનુ વિદેશી હુંડિયામણની બચત થશે.
જોકે તેની સામે સરકાર માગ ઘટવાથી એક્સાઈઝ ડયુટી ગુમાવી રહી છે. એક અંદાજ પ્રમાણે સરકારને રોજ એક્સાઈઝ ડ્યુટી સ્વરૂપે પેટ્રોલ પર 206 કરોડ અને ડિઝલ પર 550 કરોડ રૂપિયાનુ નુકસાન ઉઠાવવુ પડી રહ્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zk58l
via Latest Gujarati News
0 Comments