આઈએ આપકા ઈંતેઝાર થા....લોકડાઉનનો ભંગ કર્યો તો પોલીસે ઉતારી આરતી

નવી દિલ્હી, તા.30. માર્ચ 2020, સોમવાર

દેશભરમાં સતત અપીલ પછી પણ લોકડાઉન તોડીને લોકો નીકળી રહ્યા છે અને પોલીસ તેમને જાત જાતની સજા કરી રહી છે.

પોલીસની લાઠી તો ચાલી જ રહી છે પણ ઘણી જગ્યાએ પોલીસની આશ્ચર્યજનક સજાના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વિડિયોમાં લોકડાઉન તોડનારા યુવાનની મહિલા પોલીસ આરતી ઉતારી રહેલી નજરે પડે છે.

આ વિડિયો વાયરલ થયો છે અને કોઈએ બેકગ્રાઉન્ડમાં વિજયપથ ફિલ્મનુ ...આઈએ આપ કા ઈન્તેઝાર થા...ગાયન પણ જોડી દીધુ હોવાથી લોકો તેની બરાબર મજા લઈ રહ્યા છે.

આ વિડિયો ટવિટર પર શેર થયા બાદ સાઢા ત્રણ લાખ લોકો તેને 24 કલાકમાં જોઈ ચુક્યા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QXGUMp
via Latest Gujarati News

Post a Comment

0 Comments