
રિયાધ, તા. 8 માર્ચ, 2020, રવિવાર
સાઉદી અરબના બે રાજકુમારોની શનિવારે ધરપકડ થઈ હોવાના સમાચારો સામે આવ્યા પછી રવિવારે સાઉદીના કિંગ સલમાનની તસવીર સામે આવી હતી. તસવીરમાં કિંગ સલમાન તેમના મહેલમાં કામકાજ કરતાં દર્શાવાયા છે.
સાઉદીમાં તખતા પલટના કાવતરાંના સમાચારો આવ્યા પછી હવે રાજપરિવારમાં બધું જ બરાબર છે તે દર્શાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ રાજકુમારોને ચેતવણીના ભાગરૂપે તેમની ધરપકડ કરાઈ હતી. સાઉદીના રોયલ ગાર્ડ્સે શનિવારે બે રાજકુમારો સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી.
સાઉદી અરબમાં તખતા પલટનાં કાવતરાંના અહેવાલો વચ્ચે રવિવારે કિંગ સલમાનની સામે આવેલી તસવીરના અનેક આૃર્થ છે. આ તસવીર એ દર્શાવવાનો પ્રયાસ છે કે રાજપરિવારમાં બધું બરાબર છે.
બે રાજકુમારો પરના પગલાંને સાઉદીના ક્રાઉન પ્રિન્સનો સંકેત મનાય છે કે દેશની સત્તા પર તેમની પક્કડ મજબૂત છે. આ પગલાં પછી 84 વર્ષીય કિંગ સલમાનના સ્વાસ્થ્ય અંગે પણ આશંકાઓ વ્યક્ત થવા લાગી હતી.
અગાઉ શનિવારે સાઉદી અરબની અદાલતમાં સત્તાના સંભવિત દાવેદાર રહેલા બે લોકો પર 'શાહ તથા ક્રાઉન પ્રિન્સને હટાવવા માટે તખ્તો પલટાવવાનું કાવતરૂં' ઘડવાનો આરોપ મૂકાયો હતો. તેમને આજીવન કેદ આૃથવા મોતની સજા થઈ શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સે પણ ધરપકડના અહેવાલોમાં જણાવ્યું હતું કે રાજકુમાર નયેફના નાના ભાઈ રાજકુમાર નવાફ બિન નયેફની પણ ધરપકડ કરાઈ હતી.
સાઉદી અરબના અિધકારીઓએ તાત્કાલિક આ અંગે કોઈ ટીપ્પણી કરી નહોતી. આ પહેલા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તા પર પોતાની પકડ મજબૂત બનાવતા પ્રતિષ્ઠિત મૌલવીઓ અને કાર્યકરો સાથે રાજકુમારો અને વેપારીઓને જેલમાં નાંખ્યા હતા.
દેશની સુરક્ષાથી લઈને આૃર્થતંત્ર સુધી બધા મહત્વના વિભાગો પોતાના નિયંત્રણમાં ધરાવતા ક્રાઉન પ્રિન્સ 84 વર્ષીય પિતા શાહ સલમાન પાસેથી ઔપચારિક રીતે સત્તાના હસ્તાંતરણ પહેલાં આંતરિક અસંતોષને ખતમ કરવાના માર્ગે આગળ વધતા હોવાનું દેખાય છે.
અમેરિકા સિૃથત આરએએનડી કોર્પોરેશનમાં નીતિ વિશ્લેષક બેકા વાસેરે કહ્યું, પ્રિન્સ મોહમ્મદે પહેલા જ તેમના રસ્તામાં આવનારા જોખમોને હટાવી દીધા છે અને તેમની સત્તાના ટીકાકારોને જેલમાં મોકલી દીધા છે આૃથવા તેમની હત્યા કરાવી દીધી છે.
આ રાજકુમારોની ધરપકડ સત્તા પર પોતાની પક્કડ મજબૂત બનાવવા તરફનું વધુ એક પગલું છે. સાથે જ ક્રાઉન પ્રિન્સ શાહી પરિવારના સભ્યો સહિત બધા માટે સંદેશ આપવા માગે છે કે તેમને હટાવવાનો પ્રયાસ ન કરશો.
રાજકુમાર અહેમદ ખશોગીની હત્યા પછી લંડનથી સાઉદી અરબ પાછા ફર્યા હતા, જેને કેટલાક લોકોએ સત્તા મેળવવા માટે સમર્થન એકત્ર કરવાના પ્રયાસરૂપે જોયું હતું. જૂન 2017માં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ નયેફને બાજૂ પર ધકેલી દેતાં આરબ દેશની સત્તા પર કબજો જમાવ્યો હતો.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VSsqAF
via Latest Gujarati News
0 Comments