બ્રિટનમાં ત્રણ દિવસમાં ICUમાં જગ્યા નહી હોય, વૃધ્ધ દર્દીઓને ભગવાન ભરોસે છોડાશે

લંડન, તા.26 માર્ચ 2020, ગુરૂવાર

બ્રિટનમાં હવે કોરોના વાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાં બેડની અછત સર્જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ખાસ કરીને હોસ્પિટલોના આઈસીયુમાં જગ્યા નહી હોય.

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ આશંકા વ્યક્ત કરી છે કે, દેશના હોસ્પિટલ પાસે આઈસીયુમાં બેડ ઓછા પડવાના છે. યુકેના નોર્થ ઈસ્ટ, યોર્ક શાયર અને નોર્થ વેસ્ટ વિસ્તારને છોડીને તમામ હિસ્સાઓમાં આઈસીયુમાં બેડની અછત સર્જાશે.

ખાસ કરીને બ્રિટનમાં લંડન કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યુ છે.લંડનની નોર્થવીક હોસ્પિટલની એક નર્સે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યુ છે કે, અહીંયા બહુ ગંભીર હાલતમાં હોય તેવા લોકોને મરવા માટે છોડી દેવામાં આવી રહ્યા છે. જેથી ઓછી ઉંમરના લોકોને બચાવી શકાય. ઈટાલીની જેમ લંડનમાં પણ વૃધ્ધ લોકોને વેન્ટિલેટરની સુવિધા બંધ કરી શકાય છે.

બીજી તરફ કાર પાર્કિંગ લોટમાં પણ હોસ્પિટલો ઉભી કરવા માટે વિચારણા ચાલી રહી છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dyoAmv
via Latest Gujarati News

Post a Comment

0 Comments