
મુંબઇ,તા. 26 માર્ચ 2020, ગુરુવાર
કોરોના વાયરસનો પ્રકોપ રોકવા માટે દેશભરમાં લોકડાઉન (કરફ્યુ) લાદવામાં આવ્યો છે. પરંતુ આ કરફ્યુ દરમિયાન નાગરિકોને જીવનાવશ્યક ચીજવસ્તુ ખરીદવાના ધસારાથી દૂર કરવા માટે હવે જીવનાવશ્યક ચીજવસ્તુની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું હતું.
રાજ્યની સર્વ જીવનાવશ્યક વસ્તુની દુકાનો, અનાજ- કરિયાણાની દુકાનો, દવાની દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે. આ અંગે આજે વર્ષા ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાને નિર્ણય લીધો હતો.
આ સિવાય કોરોના ઉપાય યોજના સંદર્ભમાં મંત્રાલયના નિયંત્રણ કક્ષના સીનિયર અધિકારીઓ સાથે ગંભીર ચર્ચા કરી હતી.
લોક ડાઉનને લીધે લોકોના જીવનાવશ્યક વસ્તુઓ ખરીદવા માટે ભીડ થઇ રહી છે. આથી તેના લીધે આરોગ્ય સામે પ્રશ્ન નિર્માણ ઉભો થવા લાગ્યો હતો. આ કારણસર ઉપરોક્ત નિર્ણય મુખ્ય પ્રધાને લીધો હતો.
આ સંબંધે દુકાનોમાં પણ ગ્રાહકોના આરોગ્યની કાળજી લેવી આવશ્યક છે. બે ગ્રાહક વચ્ચે અંતર, જંતુનાશક, સ્વચ્છતા બાબતે શાસનાને આપેલા માર્ગદર્શન અને સૂચનોનું પાલન કરવું જરૂરી છે. બેઠકમાં નક્કી થયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UnMklT
via Latest Gujarati News
0 Comments