
મુંબઇ,તા. 26 માર્ચ 2020, ગુરુવાર
કોરોનાની ચેપી રોગની મહામારીને રોકવા ભારત સરકારે દેશમાં ૨૧ દિવસનો લોકઆઉટ જાહેર કર્યો છે. લોકઆઉટને કારણે કરિયાણું, દૂધ અને શાકભાજી વગેરે જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા લોકો ઉમટી પડે તે સ્વાભાવિક છે આવી બેકાબૂ પરિસ્થિતિનો ગેરલાભ લઇને કરિયાણાના અમુક દુકાનદારો ગ્રાહકો પાસેથી વધૂ ભાવ લેતા હોવાની ફરિયાદો મળી છે. એવી માહિતી ધ મુંબઇ ગ્રેન ડિલર્સ એસોસિયેશનને મળી હોવાનું જાણવા મળે છે.
એસોસિયેશનના પ્રમુખ રમણીકલાલ છેડાએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે અમે કરિયાણાની બધા દુકાનદારોને કોઇપણ ગ્રાહક પાસેથી વધૂ ભાવ નહીં લેવાની તાકીદ કરી છે. કોરોનાની કટોકટીભરી પરિસ્થિતિમાં સહકાર-સદભાવભર્યું વાતાવરણ રાખવા કહ્યું છે.
બીજી બાજુ આજે ઘઉ, ચોખા, બાજરી, જુવાર, મગ, મઠ વગેરેનો વિપુલ જથ્થો લઇને ઘણી ટ્રકો મુંબઇ મજીક આવી ગઇ છે, અમુક ટ્રકોમાંથી માલસામાન ઉતારવાની કામગીરી શરૂ પણ થઇ ગઇ છે. આમ મુંબઇના દાણાબંદરે સમગ્ર પરિસ્થિતિ બે-ત્રણ દિવસમાં સંપૂર્ણ સામાન્ય થઇ જવાની પૂરી શક્યતા છે.
એસોસિયેશને એવી માહિતી પણ આપી હતી કે ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેતા કરિયાણાના દુકાનદારો વિરૂદ્ધ સરકાર કડક કાનૂની કાર્યવાહી કરી શકે છે. સરકાર આવાં તત્વો પર ચાંપતી નજર રાખી રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33QFQyR
via Latest Gujarati News
0 Comments