
મુંબઇ,તા. 26 માર્ચ 2020, ગુરુવાર
વિતેલા જમાનાની જાણીતી અભિનેત્રી નિમ્મીનું ૮૭ વરસની વયે નિધન થઇ ગયું. તે લાંબા સમયથી બીમાર રહેતી હતી. વૃદ્ધાવસ્થાને કારણે તે વિવિધ સમસ્યાઓથી પીડીત હતી. લાંબા સમયથી વ્હિલ ચેર પર હતી. તેણે મુંબઇના સાંતાક્રુઝની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તેના બનેવી ઇઝહાર હુસૈને જણાવ્યું હતું કે, તે લાંબા સમયથી બીમાર હતી. હજી ૧૮ માર્ચે તો અમે તેનો ૮૭મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ લખાય છે ત્યાં સુધી તેના અંતિમ સંસ્કાર વિશે પરિવારજનો દ્વિધામાં હતા. કોરોના વાયરસન ેકારણે તેના પાર્થિવ દેહને બહાર લઇ જવાની મુશ્કેલી હોવાનું જણાવ્યું હતું. તેમજ દેશભરમાં લોકડાઉન હોવાથી કેટલા લોકો તેના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકે તેના વિશે પણ અવઢવ હતી. જોકે ગુરુવારની રાત સુધીમાં તેઓ આ અંગે નિર્ણય લઇ લેવાના હતા.
નિમ્મીનું વાસ્તવિક નામ નવાબ બાનો હતું. તેણે એસ અલી રાજા સાથે લગ્ન કર્યા હતા જેનું ૨૦૦૭માં અવસાન થઇ ગયું હતું. નિમ્મીએ પોતાની બહેનના પુત્રને દત્તક લીધો હતો.
કહેવાય છે કે, નિમ્મી રાજ કપૂરની શોધ હતી.
પોતાની કારકિર્દીની શરૂઆતમાં તે ડિમાન્ડમાં હતી. કહેવાય છે કે, તેની સાથે કામ કરવા માટે દિલીપ કુમાર, રાજ કપૂર, અશોક કુમાર, ધર્મેન્દ્ર સહિત અનેક ટોચના અભિનેતાઓ કામ કરવા ઉત્સાહિત હતા. રાજ કપૂરે તો તેને એક ફિલ્મમાં લેવા માટે જીદ પકડી હતી.
૧૯૯૩ના એક ઇન્ટરવ્યુમાં નિમ્મીએ પોતાના દિલની વાત કરતાં અફસોસ પ્રકટ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે હું વધુ સારા અને ઉત્તમ રોલ ભજવી શકું તેવી સક્ષમ હોવા છતાં મને એવા યોગ્ય રોલની ઓફર કરવામાં આવી નહોતી મારામાં હજી એ ઇચ્છા મરી નથી.
૫૦-૬૦ના દાયકામાં નિમ્મીની રૂપેરી પડદે બોલબાલા હતી. તેણે બરસાત થી ફિલ્મમાં કારકિર્દી શરૂ કરીને લોકોના દિલમાં વસી ગઇ હતી. તેણે આ પછી અમર, દાગ, દીદાર, બસંત બહાર, મેરે મહેબૂબ, કુંદન સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.
નિમ્મીને ઉડન ખટોલા, આન, ભાઇ-ભાઇ, મેરે મહેબૂબઅને પૂજા કે ફૂલમાં ભજવેલા પાત્રો માટે યાદ કરવામાં આવે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wDEtaE
via Latest Gujarati News
0 Comments