
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 માર્ચ 2020, ગુરુવાર
અક્ષય કુમાર આજે બોક્સઓફિસની ગેરન્ટી મનાઇ રહ્યો છે. તે વરસમાં ત્રણ-ચાર ફિલ્મોમાં કામ કરી લે છે.
અક્ષય હવે એક ઐતિહાસિક ફિલ્મ પૃથ્વીરાજ ચોહાણમાં પૃથ્વીરાજની ભૂમિકા ભજવવાનો છે. પાત્રમાં વાસ્તવિકતા લાવવા માટે તે રાજસ્થાની ભાષા શીખવાનો છે. આ ફિલ્માં તે ૧૨મી સદીના રાજસ્થાની શૂરવીરની ભૂમિકામાં જોવા મળશે.
સૂત્રે જણાવ્યું હતું કે, ફિલ્મ દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી અને નિર્માતા આદિત્ય ચોપરાએ વાત પર સ્પષ્ટ છે કે, અક્ષયે ફિલ્મના પાત્રને ન્યાય આપવા માટે રાજસ્થાની ભાષા શીખવી જ પડશે. અક્ષય પણ બિગ બજેટ ફિલ્મના આ પાત્રની મહત્વતા સમજી રહ્યો હોવાથી તેણે આ ભાષા શીખવા માટે યોગ્ય શિક્ષકની નિંમણૂક પણ કરી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UEo0Lt
via Latest Gujarati News
0 Comments