
મુંબઈ, તા. 29 એપ્રિલ, 2020, બુધવાર
કોવિડ-૧૯ મહામારીને કારણે વિમાનીસેવાઓ તથા હોટેલ્સ બંધ પડી જવાને કારણે દેશના ટુરિઝમ ઉદ્યોગને વર્તમાન કેલેન્ડર વર્ષમાં રૂપિયા ૧.૨૫ ટ્રિલિયનનું નુકસાન જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. ૨૦૧૯ના કેલેન્ડર વર્ષની સરખામણીએ વર્તમાન વર્ષની આવકમાં ૪૦ ટકા ઘટાડો થવાની કેર રેટિંગ્સે એક રિપોર્ટમાં ધારણાં મૂકી છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરી તથા ફેબ્આરીમાં કોરોનાવાઈરસને કારણે ટૂરિઝમ ઉદ્યોગના વેપારને ૫૦ ટકા ફટકો પડયો હોવાની ધારણાં છે જ્યારે માર્ચંમાં આ આંક ૭૦ ટકા રહ્યો હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવા રદ કરાતા તેની સીધી અસર પર્યટન ક્ષેત્ર પર પડી છે.
એપ્રિલથી જુનના ગાળામાં દેશના ટૂરિઝમ ઉદ્યોગને આવકમાં રૂપિયા ૬૯૪૦૦ કરોડની ખોટ જવાની વકી છે જે વાષક ધોરણે ૩૦ ટકા જેટલી થવા જાય છે.
કોવિડ-૧૯ને કારણે વિશ્વભરના પર્યટન ઉદ્યોગ પર અસર પડી છે. ભારત સરકાર તથા વિશ્વની અન્ય સરકારો દ્વારા લાગુ કરાયેલા પ્રવાસ પ્રતિબંધોને કારણે ઉનાળાના વેકેશન માટેના મોટાભાગના બુકિંગ્સ રદ થયા છે. ૨૦૧૯ના કેલેન્ડર વર્ષમાં ભારતમાં વિદેશી પર્યટકોની સંખ્યા ૧.૦૯ કરોડ રહી હતી.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી તથા તામિલનાડૂ વિદેશી પર્યટકો માટે મુખ્ય મથકો છે. વેપાર પર પડેલી અસરને ધ્યાનમાં રાખી ભારતની મોટાભાગના હોટેલ સંચાલકોએ પોતાના મૂડીખર્ચની યોજનાને મોકૂફ રાખવાની ફરજ પડી હોવાનું પણ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zJivV1
via Latest Gujarati News
0 Comments