
(વાણિજ્ય પ્રતિનિિધિ) મુંબઈ તા. 29 એપ્રિલ, 2020, બુધવાર
દેશના અગ્રણી એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ) દ્વારા તેના બ્રોકરો જો સાયબર સિક્યુરિટી અને સાયબર રેઝિલિયન્સ ઓડિટ રીપોર્ટ સમયસર રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો એમને પેનલ્ટી ફટકારવા પેનલ્ટી માળખું તૈયાર કરાયું છે અને વધુ સમય પાલન નહીં કરવા બદલ ટ્રેડીંગ ટર્મિનલો પણ નિષ્ક્રિય કરી દેવાશે.
બીએસઈ દ્વારા એક સર્કયુલરમાં જણાવાયું છે કે, બ્રોકરોએ સાયબર પ્રહારો અને ધમકીઓની કિસ્સા પર ત્રિમાસિક રીપોર્ટ રજૂ કરવો જરૂરી છે. નિયત તારીખના અંતથી એક મહિનામાં રીપોર્ટ રજૂ નહીં કરવાના કિસ્સામાં દૈનિક રૂ.૨૦૦ પેનલ્ટી ફટકારવામાં આવશે. આ ઉપરાંત જો નિયત તારીખથી ત્રણ મહિનામાં રીપોર્ટ રજૂ નહીં કરવાના કિસ્સામાં પેનલ્ટીની રકમ વધારીને દૈનિક રૂ.૫૦૦ કરાશે.
ત્રણ મહિના બાદ પણ રીપોર્ટ રજૂ નહી કરનારા બ્રોકરોને તમામ સેગ્મેન્ટોમાં ટ્રેડીંગ ટર્મિનલો બે સપ્તાહની નોટીસ બાદ નિષ્ક્રિય કરી દેવાશે એવું એક્સચેન્જે જણાવ્યું છે.
આ ઉપરાંત બીએસઈએ જણાવ્યું છે કે મેમ્બરને ઈસ્યુ કરાયેલી નિષ્ક્રિય થવાની નોટીસ માહિતી માટે તમામ એક્સચેન્જોને જાણ કરવા વહેંચવામાં આવશે. મેમ્બર રીપોર્ટ રજૂ કરશે ત્યાર બાદ જ તેમના ટર્મનલો સક્રિય કરાશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yWrsK2
via Latest Gujarati News
0 Comments