
ડોમેસ્ટીક એરલાઇન્સ : પગાર કાપ
ગો ઍર અને સ્પાઇસ જેટ જેવી ડોમેસ્ટીક એરલાઈન્સ લોકડાઉનના કારણે ભીંસમાં આવી છે. આ કંપનીઓ કામના કલાકો ઘટાડવાની સાથે સ્ટાફના પગારમાં પણ કાપ મુકશે. ૨૩ માર્ચથી આ કંપનીઓની વિમાન સેવાઓ બંધ છે. લોકડાઉન પાછું ખેંચી લીધા પછી પણ આ ઍરલાઇન્સ મર્યાદીત ટ્રીપ સાથે કામકાજ શરૂ કરશે. સ્પાઇસ જેટે તો તેના કેબીન ક્રૂના સ્ટાફના પગારમાં ૩૦ ટકાનો કાપ મુકી દીધો છે. હવે આ કંપનીઓ લોકડાઉન વધવાની સાથે સ્ટાફના પગારો પર પણ વધુ કાપ મુકવા વિચારી રહી છે.
એક્સીસ બેંકનું સાહસ
પ્રાઇવેટ સેકટર બેંક એક્સિસે કહ્યું છે કે તે મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ પાસેથી ૨૯ ટકા હિસ્સો લઇ કુલ હિસ્સો ૩૦ ટકા પર પહોંચાડશે. હિસ્સાની કિંમત અંદાજે ૧૫૯૨ કરોડ રૂપિયા જેટલી હશે. એક્સિસ બેંકે મેક્સ લાઇફના ૫૫૬ મીલીયન હોર્સ રૂ. ૨૮.૬૧ના ભાવે ખરીદશે. ૨૭ એપ્રિલે બંને કંપનીઓના બોર્ડની બેઠક મળી હતી. આ અગાઉ ૨૦ ફેબુ્રઆરીએ બંને કંપનીઓએ વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.
ફ્રૂડ સ્ટોકના જંગી ભાવ
ક્રૂડ ઓઇલની સ્ટોરેજની અગવડ ઉજળી થતાં જ ક્રૂડ લઇ જતી મોટી ટેન્કરોના ભાવોમાં ઉછાળો નોંધાયો છે. કિનારા પર આ ટેન્કરોને રાખવામાં આવે છે. ફેબુ્રઆરીમાં જે ટેન્કરના ભાવ ૨૫,૦૦૦ ડોલર હતા જે એપ્રિલના અંતમાં વધીને ૧,૬૦,૦૦૦ ડોલર પર પહોંચ્યા છે. માર્કેટ સાતે સંકળાયેલા લોકો કહે છે કે આગામી દિવસોમાં બે લાખ ડોલર પર પહોંચી શકે છે. વેરી લાર્જ ક્રૂડ કેરીયર ક્ષેત્રે સાઉદી અરેબીયા ટોપ પર છે. કેટલાક દેશો પોતાની ઓઇલ સંગ્રહ કરવાની ક્ષમતા વધારી રહ્યા છે.
તમિલનાડુ : ઉદ્યોગો ચાલુ થશે
તમિળનાડુમાં ગ્રીન ઝોનમાં ઉદ્યોગો શરૂ કરવાની તૈયારીઓ થઇ છે. મુખ્ય પ્રધાન કે. પાસાનીસ્વામીએ આ સંદર્ભે જિલ્લા કલેકટરોને જરૂરી આદેશ ઇસ્યુ કરવા જણાવ્યું છે. ગ્રીનઝોનમાં કોરોના વાઇરસનું ઇન્ફેકશન નથી હોતું. અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બાદ મુખ્ય પ્રધાને નિર્ણય લીધો હતો. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્રએ સિમેન્ટ, સુગર, મેડિકલ ઇક્વીપમેન્ટ તેમજ સ્ટીલના કારખાના માટે લીલીઝંડી આપી છે. તમિળનાડુના ગ્રીનઝોનમાં ઉદ્યોગો શરૂ થશે એટલે મજૂરોને રોજગારી મળવાની શરૂઆત થશે.
ફ્લીપ કાર્ટ અને ટાટા કન્ઝ્યુમર્સ
ઇ કોમર્સ ફર્મ ફ્લિપ કાર્ટે જરૂરીયાતની ચીજ વસ્તુઓ તેમજ ફૂડ અને બીવરેજ પ્રોડક્ટસને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ટાટા કન્ઝ્યુમર્સ સાથે હાથ મિલાવ્યા છે. ટાટા ટી અને કોફી જેવી પ્રોડક્ટ ફ્લીપકાર્ટ પર વેચાતી જોવા મળશે. આ બંને કંપનીઓ પર ગ્રાહકો ભરોસો મુકી રહ્યા છે. કોરોના વાઇરસ દરમ્યાનના લોક ડાઉનમાં આ બંને કંપનીઓએ મીલાવેલા હાથ ગ્રાહકોને લાભદાયી બની રહેશે. આ બંને વચ્ચે બેંગલુરૂમાં નેટવર્ક ચાલુ છે હવે તેને મુંબઇ તેમજ દિલ્હીમાં પણ લંબાવાશે..
ગ્લેક્સોની હિન્દુસ્તાન યુનિલિવરમાં હોલ્ડિંગ વેચવાની યોજના
ગ્લેક્સોસ્મિથક્લાઈન પ્લેક. દ્વારા યુનિલિવરના ભારતીય એકમ હિન્દુસ્તાન યુનિલિવરમાં પોતાની હસ્તકના ૩.૭ અબજ ડોલરના હોલ્ડિંગ પૈકી અમુક હોલ્ડિંગ વેચવાની યોજના હોવાનું જાણવા મળે છે.
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડમાં અત્યારે ગ્લેક્સો ૫.૭ ટકા હોલ્ડિંગ ધરાવે છે. જે સંખ્યાબંધ બ્લોક ડિલ્સમાં કંપની ટૂંક સમયમાં વેચવાની શરૂઆત કરે એવી શકયતા બતાવાઈ રહી છે. કંપની આ સોદાઓ માટે એડવાઈઝરો સાથે ચર્ચા કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડ્રગ જાયન્ટ ગ્લેક્સો હસ્તક હિન્દુસ્તાન યુનિલિવરમાં આ ૫.૭ ટકા હોલ્ડિંગનું મૂલ્ય ૩.૭ અબજ ડોલર જેટલું થાય છે. જૈ પૈકી અમુક હોલ્ડિંગ અથવા પૂર્ણ હોલ્ડિંગ ગ્લેક્સો વેચે એવી શકયતા છે.ડિસેમ્બર ૨૦૧૮માં યુનિલિવરે જણાવ્યું હતું કે કંપનીએ હિન્દુસ્તાન યુનિલિવરમાં ભારત, બાંગ્લાદેશ અને અન્ય બજારોમાં ગ્લેક્સોના હેલ્થ ફૂડ ડ્રિન્ક્સ બ્રાન્ડસ કેશ અને શેરોમાં ૩.૩ અબજ યુરો(૩.૬ અબજ ડોલર)માં હસ્તગત કરી હતી.
આ સોદાના ભાગરૂપ ગ્લેક્સોએ ભારતીય એકમમાં ૫.૭ ટકા હોલ્ડિંગ મેળવ્યું હતું. દરમિયાન આ સોદા માટે હજુ સુધી કોઈ સમય માળખાનો અંતિમ નિર્ણય લેવાયો નથી. બજારની પરિસ્થિતિ અને રોકાણકારોની માંગના આધાર પર ગ્લેક્સો વેચાણનો નિર્ણય મોકૂફ પણ રાખી શકે છે, એવું જાણકારોનું કહેવું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bR8SSr
via Latest Gujarati News
0 Comments