મુંબઇ અને પુણેમાં 18મે સુધી લોકડાઉનની મુદત વધારી શકાશે : આરોગ્ય પ્રધાન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 25 એપ્રિલ 2020, શનિવાર

દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો શરૂ છે. આ લોકડાઉન ૩ મેના રોજ પૂરો થશે. પણ મુંબઇ, પુણેમાં લોકડાઉનથી મુદત વધારી શકાશે. મુંબઇ તથા પુણે કોરોનાના ભરડામાં લપેટાઇ ગયું છે. દરરોજ દરદીઓની સંખ્યામાં સતત વધારો થાય છે. આ બન્ને શહેરમાં ૧૮મે સુધી લોકડાઉન રહી શકે છે. એવા સંકેતો રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપ્યા હતા.

મુંબઇમાં કોરોનાના દરદીની સંખ્યા સાડાચાર હજારની આસપાસ પહોંચી ગઇ છે. જ્યારે પુણેમાં દરદીની સંખ્યા  એક હજાર સુધી પહોંચવા આવી છે. આ બન્ને શહેર હોટસ્પોર્ટ થઇ ગયા છે. પરિણામે અહીં લોકડાઉનને ૩ મે પછી ઉઠાવી લેવું જોખમકારક સાબિત થાય એવી ભારોભાર શક્યતા  છે.

કોરોનાના વાઇરસનો ચેપ વધુ ફેલાઇ નહિ તે કારણે લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. આ વાઇરસનો પ્રકોપ અટકતો જ નથી. આથી આબાબતે ચિંતા વધી રહી છે. સર્વ કન્ટેન્મેન્ટ અને સંપૂર્ણ પણે બંધ છે કે નહિં તે જાવાનું  મહત્વ છે. જરૂર પડશે તો ૩ મે  બાદ ફક્ત પુણે તથા મુંબઇમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં અને વધુ ૧૫ દિવસ લોકડાઉન વધારી શકીએ છીએ એમ રાજેશ ટોપેએ સંકેત આપ્યા હતા.

રાજ્યમાં હાલમાં ૫૧૨ કન્ટેન્મેન્ટ ઝોન છે. પુણે તથા મુંબઇ કોરોનાના હોટસ્પોટ છે. અહીં. લોકડાઉન્ થતાં દરદીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યની સર્વશાળા કોલેજ અને સાર્વજનિક કાર્યક્રમ, લગ્ન સમારંભ, રાજકીય કાર્યક્રમો પર ૧૮મે સુધી લોકડાઉન શરૂ રાખવાની માગણી અમે સરકાર સમક્ષ કરી છે. ૩મે બાદ  મુંબઇ તથા પુણેના હોટ સ્પોટમાં લોકડાઉન ૧૫ દિવસ વધારવાની જરૂર પડશે. એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aAqWi5
via Latest Gujarati News

Post a Comment

0 Comments