
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 25 એપ્રિલ 2020, શનિવાર
કોરોના વાઇરસના રોગચાળામાં લપેટાયાની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઉદ્યોગ ધંધા શરૂ કરવાની આશિંક પરવાનગી આપી હોવાથી રાજ્યમાં ૫૫૯ કારખાના ધમધોકાર શરૂ થયું છે. આ કારખાનામાં આશરે ૮ હજાર કામગારોનું કામ શરૂ થયું છે, એમ રાજ્યના ઉદ્યોગ મંત્રાલયના એક સીનિયર અધિકારીએ માહિતી આપી હતી. આ વેળા સોશ્યલ ડિસ્ટન્સિંગ નિયમ પાળવામાં આવે છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે ૨૧ એપ્રિલથી રાજ્યમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઉદ્યોગ આશિંક પરવાનગી આપી છે. માત્ર જિલ્લા બંધ કાયમ પારી છે. કોઇને એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવાની પરવાનગી નથી. એવી સ્પષ્ટતા સરકારે કરી છે. ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવેલામાં ખાસ ગ્રામીણ વિસ્તાર વધુને વધુ છે.
ઉદ્યોગ વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં ૭૪૩૨ કારખાના માલિકોએ રાજ્ય પાસે કારખાના શરૂ કરવાની માંગણી કરી હતી. ઉદ્યોગ શરૂ કરવા માટે પરવાનગી માંગવામાં પુણેના કારખાનાધારક વધારે હતા. પુણેમાં ઉદ્યોગ શરૂ કરવા માટે ૧૪૧૮ કારખાનાના માલિકોએ એમ.આઇ.ડી.સી. પાસે અરજી કરી હતી.
સરકારે અત્યાર સુધી દોઢ હજાર કારખાનાના માલિકોને ઉદ્યોગ શરૂ કરવા માટે પરવાનગી આપી હતી. આથી શુક્રવાર સુધી ૫૫૯ ઉદ્યોગ શરૂ થયા છે. આ કારખાનાના કામગારોને લાવવા-લઇ જવા માટે ગાડીની જરૂર પડશે આથી સરકારે વ્યવસ્થા કરી આપશે. કારખાના પરિસરમાં કામગારોને રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા કરવી અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું આ શરત પર સરકારે કારખાનાના માલિકોને તેમના ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bFkbge
via Latest Gujarati News
0 Comments