
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર
સ્થાનિક સોનાચાંદી બજાર શનિવાર નિમિત્તે સત્તાવાર રીતે બંધ રહ્યું હતું, ખાનગીમાં વિશ્વ બજાર પાછળ ભાવ સાધારણ દબાયા હતા. ક્ડ ઓઈલમાં પણ સપ્તાહના અંતે ભાવમાં પીછેહઠ રહી હતી. વેનેઝુએલાના ક્ડ તેલના ભાવમાં જોરદાર કડાકાની અન્યત્ર અસર જોવાઈ હતી.
અખાત્રીજની પૂર્વસંધ્યાએ સ્થાનિકમાં ગોલ્ડ ૯૯.૫૦ના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૪૬૪૨૦ હતા તે આજે ખાનગીમાં ઘટીને રૂપિયા ૪૬૩૫૦ બોલાતા હતા. ૯૯.૯૦ ગોલ્ડના ભાવ રૂપિયા ૪૬૬૦૭થી ઘટી રૂપિયા ૪૬૫૦૦ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ પણ એક કિલોના જીએસટી વગરના રૂપિયા ૪૨૦૩૦ પરથી ઘટી રૂપિયા ૪૨૦૦૦ મુકાતા હતા. વિદેશમાં ગોલ્ડ સપ્તાહ અંતે પ્રતિ ઔસ ૧૭૩૪ ડોલર પરથી ઘટી ૧૭૨૯.૬૦ ડોલર રહ્યું હતું જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૫.૩૧ ડોલર પરથી ઘટી ૧૫.૨૫ ડોલર રહી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૭૬૭ ડોલર પરથી વધી ૭૬૯ ડોલર જ્યારે પેલેડિયમ ૨૦૨૯ ડોલરવાળું વધી ૨૦૩૪ ડોલર રહ્યું હતું. અમેરિકાના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆરમાં ગોલ્ડનું હોલ્ડીંગ વધીને સાત વર્ષની ટોચે રહ્યું છે.
અમેરિકામાં બેરોજગારીના આંકડા વધવાની માત્રા ઘટતા ડોલર ઈન્ડેકસ વધ્યો હતો. સ્થાનિકમાં બંધ બજારે ડોલર ખાનગીમાં ૭૬.૪૫ રૂપિયાવાળો વધી ૭૬.૫૦ રૂપિયા કવોટ કરાતો હતો.
વેનેઝુએલા ક્ડ ઓઈલના ભાવ સપ્તાહના અંતે ઘટીને પ્રતિ બેરલ ૧૦ ડોલરની અંદર ચાલી જતા અન્યત્ર તેની અસર જોવાઈ હતી. નાયમેક્સ ક્ડ ઓઈલનો ભાવ સપ્તાહના અંતે પ્રતિ બેરલ ૧૭.૨૦ ડોલરથી ઘટી ૧૬.૯૫ ડોલર જ્યારે બ્રેન્ટ ૨૨ ડોલરની અંદર જઈને ૨૧.૪૫ ડોલર રહ્યું હતું. વેનેઝુએલા ક્ડ ઓઈલના ભાવ વીસ વર્ષની તળિયે પહોંચી ગયા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KyW0UP
via Latest Gujarati News
0 Comments