કોરોનાવાઇરસગ્રસ્ત ટોમ હેન્કસએ કોરોના નામ ધરાવતા બાળકને કોરોના ટાઇપરાઇટર ગિફ્ટ આપ્યું


મુંબઇ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર

ઘણી વાર કોઇ અજાણતામાં જ મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. ઓસ્ટ્રેલિયામાં આઠ વરસના એક બાલળનું નામ એના ફોઇએ કોરોના પાડયું હતું. અલબત્ત, આઠ વરસ પહેલા આ બાળકના માતા-પિતા કે ફોઇને લેશમાત્ર અણસાર નહિ હોય કે આઠ વરસ પછી આ  નામ વૈશ્વિક સ્તરે આતંકનો ઓછાયો બની જશે. હવે ઓસ્ટ્રેલિયાના બાળક કોરોનાને ચિડવવાનો - સંભળાવવાનો એક પણ મોકો કોઇ છોડતું નથી. જેને કારણે એ નાલેશીનો અનુભવ કરે છે.

સદભાગ્યે હોલીવુડનો પીઢ અને ગ્રેટ અભિનેતા ટ્રોમ હેન્કસ એની વહારે આવ્યો છે. ટોમ હેન્ક ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરતો હતો એ દરમિયાન કોરોના સંક્રમણનો ભોગ બન્યો હતો. સાથે પત્ની રિટા વિલ્સન હતી અને એ પણ કોરોનાપોઝિટીવ હતી. જો કે દંપત્તિ સાજુ થઇને અમેરિકા પરત ફરી ગયું હતું.

ટોમ અને પત્ની ક્વોરેન્ટાઇન હતા એ દરમિયાન ઓસ્ટ્રેલિયન બાળક કોરોના અ કોરોનાગ્રસ્ત ટોમ વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. ટોમે કોરોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને એ સારવાર દરમિયાન ક્વોરેન્ટાઇન પીરિયડમાં જે કોરોનાબ્રાન્ડ ટાઇપરાઇટર વાપરતો હતો એ ગિફ્ટી આપ્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y1UjHD
via Latest Gujarati News

Post a Comment

0 Comments