
મુંબઈ, તા.25 એપ્રિલ 2020, શનિવાર
દેશના અર્થતંત્રને વેગ આપવા રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કરાયેલા ઘટાડા છતાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં અપેક્ષિત વૃદ્ધિ જોવા મળી નથી. ૧૦ એપ્રિલના પૂરા થયેલા પખવાડિયામાં નોન-ફૂડ ધિરાણમાં વાષક ધોરણે ૭.૦૪ ટકા વધારો થયો છે.
બાકી પડેલી લોન્સનો આંક આ પખવાડિયામાં સાધારણ ઘટયો હોવાનું રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે. ગયા વર્ષના ૧૦ એપ્રિલના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિનો આંક ૧૪.૨૦ ટકા રહ્યો હતો.
૨૭મીમાર્ચના રોજ રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૭૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આરબીઆઈની આ જાહેરાત બાદ બેન્કો તથા એનબીએફસીએ પણ પોતાના ધિરાણ દરોમાં ઘટાડા કર્યા છે. ૧૦ એપ્રિલના પૂરા થયેલા પખવાડિયામાં બેન્કોની થાપણમાં ૯.૪૬ ટકા વૃદ્ધિ થઈ છે જે તેની અગાઉના પખવાડિયાની સરખામણીએ ૧૫૩ બેઝિસ પોઈન્ટ વધુ છે.
લોકડાઉનને કારણે ઊભી થયેલી લિક્વિડિટીની ખેંચને ઉદ્યોગો તથા વ્યક્તિગત બોરોઅરો પહોંચી વળે માટે રેપો રેટમાં ઘટાડા સહિત અનેક પગલાંની રિઝર્વ બેન્કે જાહેરાત કરી છે. શિડયૂલ્ડ કમસઅલ બેન્કો દ્વારા કંપનીઓ તથા વ્યક્તિઓને પૂરી પડાયેલી લોન્સમાંથી બાકી પડેલી લોન્સનો આંક ૧૦ એપ્રિલના રોજ રૂપિયા ૧૦૨.૮૫ લાખ કરોડ રહ્યો હતો. વિવિધ ક્ષેત્રોને ધિરાણ પૂરા પાડવામાં બેન્કો આક્રમક બને તે માટે રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કર્યો છે.
૧૦ એપ્રિલના પખવાડિયામાં બેન્કો પાસેની થાપણનો આંક વધીને રૂપિયા ૧૩૭.૧૫ લાખ કરોડ રહ્યો હતો. લોકડાઉનને કારણે આથક પ્રવૃત્તિઓને બ્રેક લાગતા થાપણમાં વધારો સ્વાભાવિક જ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
૧૦ એપ્રિલના પખવાડિયામાં થાપણથી ધિરાણનું પ્રમાણ ૭૫.૨૪ ટકા રહ્યું હતું. મંદ ધિરાણ ઉપાડ બેન્કોની વ્યાજ મારફતની આવક પર અસર કરે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x9hpAV
via Latest Gujarati News
0 Comments