૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં ફિચર ફોનની બજારમાં 24 ટકા ઘટાડો


મુંબઈ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર

૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકમાં દેશની ફિચર ફોનની બજારમાં વાષક ધોરણે ૨૪ ટકા ઘટાડો નોંધાયો છે, જે ગ્રાહકો સ્માર્ટફોન્સ તરફ વળી રહ્યાના સંકેત આપે છે. જો કે એપ્રિલથી માર્ચના ગાળામાં દેશમાં ફિચર ફોન્સની થયેલી કુલ આયાતમાં ચીનની બ્રાન્ડસનો હિસ્સો ઊંચો રહ્યો હતો.

પ્રથમ ત્રિમાસિકમાં કુલ આયાતમાં ૩૩ ટકા આયાત ચીનના ફિચર ફોન્સની રહી હતી. જે ૨૦૧૯ના પ્રથમ ત્રિમાસિકમાં આ આંક ૧૭ ટકા રહ્યો હતો. 

ફિચર ફોન્સના વપરાશમાં ઘટાડો થવાનું એક કારણ સ્માર્ટફોન્સના ઉપયોગમાં રહેલી વૈવિધ્યતા છે. ઓનલાઈન વ્યવહાર માટે સ્માર્ટફોન્સનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VAM1EY
via Latest Gujarati News

Post a Comment

0 Comments