જેનિફર લોપેઝ-અલેક્સ રોડ્રિગ્સના લગ્ન કોવિડ-19ને કારણે પાછા ઠેલાયા


મુંબઇ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર

હોલીવુડની સિંગરે કમ એક્ટ્રેસ જેનિફર લોપેઝ અને બેઝબોલના ખેલાડી અલેક્સ રોડ્રિગ્સ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. આ ઉનાળામાં બંને લગ્ન કરી લેવાના છે એવી વાત પણ હતી. આ જોડીના ચાહકો બંને માંડવે ચડે એની પ્રતિક્ષા કરતા હતા. પરંતુ કોવિડ-૧૯એ ખેલ ખરાબ કરી નાખ્યો. હવે બંને ભવિષ્યમાં પરણવાનો પ્લાન કેન્સલ કરે કે ન કરે પણ હવે તો આ લગ્ન પાછા ઠેલાઇ ગયા છે.

હકીકતમાં અલેક્સ ક્વોન્ટીનમાં છે અને  એકાંતવાસમાંથી જ એણે એક વિડિયો કોલ દ્વારા મુલાકાત આપી હતી. એણે ક્વોરેન્ટીન લોપેઝના આલ્બમ અને લગ્ન અંગે થોડીક વાતચીત કરી. બંને ગયા માર્ચમાં એન્ગેઝ થયા હતાં.

એલેક્સે કહ્યું કે લગ્ન રાહ જોઇ શકો છે અને હાલ તુરંત તો એ વિશ્વમાં હરકોની સલામતી ઝંખી રહ્યો છે. બંને લગ્ન કરે કે ન કરે પણ બંને વચ્ચેની લાગણીનો સેતુ આજીવન રહેશે એમ એણે ઉમેર્યું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35aaaFp
via Latest Gujarati News

Post a Comment

0 Comments