ખેડૂતને શાકનો ભાવ ન મળતા ખેતરમાં ટ્રેક્ટર ફેરવી પાકનો નાશ કર્યો


મુંબઈ,તા. 25 એપ્રિલ 2020, શનિવાર

 લોકડાઉનને પગલે મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં વસતા ખેડૂતોની બૂરી દશા કરી છે. દિવસ-રાત મહેનત કરી ઉગાડેલો શાકભાજીનો યોગ્ય ભાવ મળતો ન હોવાથી છેવટે મફતના ભાવે વેંચવા કરતાં શાક-ટામેટાં ફેંકી દેવા માંડયા છે.

ઉસ્માનાબાદમાં એક ખેડૂતે પોતાના એક એકરના ખેતરમાં કોબીજ ઉગાડી હતી. પરંતુ આ કોબીજ વેંચવાની તૈયારી કરી ત્યારે ૫૦ કિલો કોબીજના ફક્ત ૨૦ રૂપિયા જ મળવાથી એ એટલો નારાજ થઈ ગયો હતો કે તેણે બધી જ કોબીજનો નાશ કર્યો હતો.

જગદલવાડી ગામના ઉમાજી ચવ્હાણ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, લોકડાઉનને લીધે ઉગાડેલાં શાકભાજી વેંચાણ માટે સમયસર બહાર મોકલી નથી શકતાં. સ્થાનિક સ્તરે શાકનો કોઈ ભાવ મળતો નથી એટલે ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછી કિંમત મળતી હોય ત્યારે વેંચવા કરતાં નાશ કરવાનું જ મુનાસીબ માન્યું હતું. કારણ કે આ શાકને વેચાણ માટે બહાર મોકલવાનો ખર્ચ પણ ભારે પડે છે. જરા વિચાર કરો કે એક એકરના ખેતરમાં કોબીજ ઉગાડવા મેં એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ઉત્પાદન આ ઉત્પાદન ખર્ચ સામે મને અનેકગણી ઓછી કિંમત મળતી હોવાથી મેં પાક ઉપર જ ટ્રેક્ટર ફેરવી નાશ કર્યો હતો.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VWIHTz
via Latest Gujarati News

Post a Comment

0 Comments