
- કેદીઓની મુક્તિ સંબંધી સર્વોચ્ચ અદાલતના આદેશોનું અક્ષરસહ પાલન કરવાનું પણ હાઇકોર્ટે જણાવ્યું
મુંબઇ, તા. 25 એપ્રિલ 2020, શનિવાર
સમગ્ર રાજ્યનિ વિવિધ જેલોના સાત હજાર કેદીઓને મુક્ત કરવાની કાર્યવાહી ઝડપથી કરવાનો આદેશ બોમ્બે હાઇકોર્ટે (એચસી)એ મહારાષ્ટ્ર સરકારને આપ્યો છે.
કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેદીઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટ (એસસી)એ આપેલા આદેશોનું અક્ષરસહપાલન કરવા માટે પણ એચસીએ સરકારને જણાવ્યું હતું.
જો કે, ન્યાયમૂત ગિરીશ કુલકર્ણીની બેન્ચે કેદીઓની મુક્તિ અંગે નિર્ણય કરવા નીમેચાલી ઉચ્ચ સત્તાધારી સમિતિના નિર્ણય સામેની ફરિયાદ બાબતે કોઇ આદેશો આપવ નો ઇનકાર કર્યો હતો.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ, અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રિન્શન એકટ, મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રિમ એકટ જેવા વિશેષ કાયદા હેઠળ ગુનો નોંધાયો હોય તેવા અપરાધીઓ અથવા ખટલો ચાલતો હોય તેવા (અન્ડર ટ્રાયલ) કેદીઓને મુક્ત નહી કરવા દેવાનો નિર્ણય આ સમિતિએ કર્યો હતો. તથા તેણે સ્પષ્ટતા કરી હતી કે ફક્ત ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી- ભારતીય દંડ ધારા) હેઠળ ગુનો નોંધાયેલા કેદીઓને જ જેલોમાંથી મુક્ત કરાશે.
જો કે, ધારાશાી એસબી તળેકરે સમિતિના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે કેદીઓમાં ભેદભાવ કરતો આ નિર્ણય કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી.
આ સામે વિરોઘ દર્શાવતા સરકારની ધારાશાીએ બેન્ચને જણાવ્યું હતું કે કુલ ૧૧ હજાર કેદી મુક્ત કરાશે એવું રાજ્યના ગૃહ પ્રધાને ક્યારનું જાહેર કરી ચૂક્યા છે. અને આ જ સુધીમાં ૪૦૬૦ કેદીઓ મુક્ત કરાયા છે.
દલીલો સાંભળ્યા બાદ ન્યાયમૂતએ જણાવ્યું હતું કે એસસીના આદેશોનું અક્ષરસહ પાલન કરવા લેવાયેલાં પગલાંને સરકાર ઝડપી કરી શકે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eLko3D
via Latest Gujarati News
0 Comments