કોવિદ-19ના રોગચાળાને લીધે આ વરસે મુંબઈમાં મોત બિલ્કુલ વધ્યા નથી


મુંબઈ,  તા. 26 એપ્રિલ 2020, રવિવાર

કોવિદ-૧૯ની મહામારીએ ૫૦૪૯ મુંબઈગરાંને પોતાના સકંજામાં લીધા છે શહેરમાં ૧૯૧ વ્યક્તિનો એમાં ભોગ લેવાયો છે. નવાઈની વાત એ છે કે આ ઘાતક વાયરલ ઈન્ફેકશન મુંબઈમાં દર વર્ષે આ સમયગાળામાં થતા મૃત્યુનો આંકડો વધારી નથી શક્યું એમ બીએમસીએ રજુ કરેલો ડાટા દર્શાવે છે. ઉલ્ટાના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે એવું બીએમસીના અધિકારીઓનું કહેવું છે.

એક ડાટા સેટ પરથી એવું જાણવા મળે છે કે અગાઉના વરસોના માર્ચ મહીના કરતા આ વર્ષના માર્ચમાં હાયપર ટેન્શન, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓથી થયેલા મૃત્યુમાં ૩૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અહીં નોંધવું ઘટે કે દર્દીને જ્યારે કોવિદ-૧૯ જેવો રોગ થાય છે ત્યારે એના માટે ડાયાબિટીસ, હૃદયરોગ અને હાયપર ટેન્શન પ્રાણઘાતક પુરવાર થતો હોય છે.

કોવિદ-૧૯ને કારણે આ વરસે દર વરસે આજ સમયગાળામાં મુંબઈમાં થતા મોત કરતા વધુ મોત નથી થયા એવું દર્શાવવા બીએમસીએ શનિવારે ડાટા રિલીઝ કર્યો હતો. હકીકતમાં આ ડાટા પરથી એવું લાગે છે કે આ વરસે મૃત્યુ ઘટયા છે.

માર્ચ, ૨૦૧૭માં મુંબઈમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદયરોગને કારણે ૭૨૯ મૃત્યુ થયા હતા. માર્ચ, ૨૦૧૮માં મૃત્યુની સંખ્યા ૮૮૩ અને માર્ચ, ૨૦૧૯માં મોતની સંખ્યા ૯૩૭ નોંધાઈ હતી. જ્યારે આ વરસે ઉક્ત વ્યાદિઓથી પીડાતા દર્દીઓના મોત ઘટીને ૫૯૫ પર આવી ગયા હતા.

બીએમસીના અધિકારીઓએ ઉક્ત આંકડાનો આધારે એવો દાવો કર્યો હતો કે કોવિદ-૧૯ને કારણે હજુ સુધી શહેરમાં મૃત્યુના આંકડા વધ્યા નથી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y7EGOP
via Latest Gujarati News

Post a Comment

0 Comments