અમેરિકામાં સ્પેનિશ ફ્લૂ હાથ ધરાયો તેના પરથી ભારત શીખ લેશે ?


મુંબઇ તા. 26 એપ્રિલ 2020, રવિવાર

અમેરિકાની નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચ (એનબીઇઆર) દ્વારા તાજેતરમાં એક દસ્તાવેજ પ્રકાશિત કરાયો એ દેશના નીતિ ઘડનારાઓ માટે પ્રમાણમાં ઘણી રાહત સાથે એવો છે. મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રહ્મણ્યમે આ અંગે સૌ પહેલા બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ બાબત સ્પેનિશ ફ્લૂ મહામારી (૧૯૧૮-૧૯૨૦) અને તે અંગે થયેલા સંશોધનને લગતી  છે. કેમ કે તેમણે આ અંગે અભ્યાસ સીખી લીધો છે. આજે ભારત સરકાર જે સમસ્યાનો (મહામારીનો) સામનો કરી રહી છે તેના વ્યવસ્થાપનમાં આ અભ્યાસ ખૂબ જ ઉપયોગી થાય તેમ છે.

ઇતિહાસનું પુનરાવર્તન થાય છે, એમ કહી  કે.વી. સુબ્રહ્મણ્યમે જણાવ્યું છે કે આ કટોકટી બાદ ભારતીય અર્થતંત્ર ફરી સુધરશે ત્યારે તેનો આકાર 'વી' શેપનો હશે.

શુક્રવારે ફાઇનાન્સ કમિશનની એડવાઇઝરી કાઉન્સિલની બેઠક મળી તેમાં સુબ્રહ્મણ્યમે તેમણે શોધી કાઢેલા મુદ્દા રજૂ કર્યા હતા અન જણાવ્યું હતું કે સ્પેનિશ ફલૂના સમયે અમેરિકાનું અર્થતંત્ર હતું એવું જ સામ્ય ધરાવતું ભારતનું અર્થતંત્ર અત્યારે છે. બંનેના અર્થતંત્રમાં સામ્યતા પ્રવર્તે છે. 'આ અભ્યાસ ભારતની પરિસ્થિતિ કેવી હશે તે અંગે પ્રમાણસર પૂર્વધારણા બાંધી શકાય છે. તેમણે, અર્થશાસ્ત્રીઓ સાથેની વડા પ્રધાનની બુધવારે થયેલી બેઠકમાં પણ આ બાબત પ્રસ્તુત કરી હતી.

સ્પેનિશ ફ્લૂ ૧૯૧૮માં ઉદ્ભવ્યો અને ૧૯૨૦ સુધીમાં તેણે ૨૯ મિલિયન લોકોનો જીવ લઇ લીધા હતા.

'અમેરિકાના ૧/૩ વસતિને સ્પેનિશ ફ્લૂનો ચેપ લાગ્યો હતો. અને મરણ-દર છ ટકા હતો. એ જ રીતે કોવિડ-૧૯ના  ચેપનો શિકાર થયેલાની સંખ્યા અહીંથી થોડી ઓછી છે. અને મરણ-દર માત્ર ત્રણ ટકા જ છે. એ સાથે જ ૧૯૨૦માં અર્થતંત્ર પર તેની થયેલી અસર પર નજર નાખતા અભ્યાસનું મહત્વ સમજાશે, એમ તેમણે જણાવ્યું હતું.

અત્યારે અમેરિકાના અર્થતંત્ર સાથે ઘણી સામ્યતા ધરાવે છે અને ભારતીય અર્થતંત્રમાં પણ અત્યારે એવું જ છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં વસતિનું પ્રમાણ ૪૫ ટકા હતું અને ભારતમાં (અત્યારે) પણ ૪૫ ટકાથી નજીક હોવાનું કહેવાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

સુબ્રહ્મણ્યમે એ બાબતે પણ ધ્યાન ખેચ્યુ હતું કે વિભિન્ન ક્ષેત્રો જેવા કે મેન્યુફેકચકરિંગ, એગ્રિકલ્ચર અને સેવાઓ અંગે અમેરિકામાં જે પ્રમાણ છે એટલું જ પ્રમાણ ભારતીય અર્થતંત્રમાં અત્યારે છે. 'કેટલોક તફાવત પણ છે જેમ કે ભારતના સર્વિસ સેક્ટર અમેરિકામાં છે તેનાથી પાંચ ટકા વધુ છે જ્યારે કૃષિ ક્ષેત્રે અમેરિકા છે તેની સરખામણીમાં ભારતનો ફાળો ઘણો ઓછો છે, પણ માઠો સ્તરે તેમાં ઘણી સામ્યતા છે અને આ જ તો શીખવામાં આવ્યું છે, ેમ તેમણે જણાવ્યું છે.

પ્રથમ અને સૌથી મહત્વની બાબત તો લોકડાઉનની લાભદાયક અસરની છે. આ પછી, કેટલાંક કાઉન્ટી (જેમ કે આપણાં જિલ્લા) માં બળજબરીથી લોકડાઉન લાગું કરાયો- જેમ કે  કેટલાક નિયંત્રણો લાદીને જેને જોન-ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન (એનપીઆર) કહેવાય છે એમ તેમણે જણાવ્યું. તેમણે સર્ચો અને શાળાઓ બંધરાખી છે. કાઉન્ટીમાં પણ એવું જ કરાયું અને તેને કારણે મરણ-દર ઓછો છે. આથી, અર્થતંત્ર ક્ષેત્રે પણ તેની જેમ બાઉન્સ બેક થશે. એનો અર્થ થયો કે 'જાન હૈ, ઔર જહાંન ભી હૈ'- જે વડા પ્રધાને બીજીવાર દેશને સંબોધતા જણાવ્યું હતું. એમ સુબ્રહ્મણ્યમે ઉમેર્યું હતું.

બીજો મુદ્દો જીડીપીનો છે. ઘણી સંસ્થાઓ માને છે કે આ વર્ષે ભારતનો ગ્રોથ ઝીરો નજીક પહોંચી જશે. સ્પેનિશ ફ્લૂ વેળા અમેરિકાનો ગ્રોથ ૩.૫ ટકા હતો પછી ઉછળીને ૭.૫ ટકા થયો હતો આને કહેવાય 'વી શોપ' રિકવરી,' એમ તેમણે ઉમેર્યુ ંહતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KCfGqV
via Latest Gujarati News

Post a Comment

0 Comments