વધુ એક પોલીસનું મોત થતા ગત 24 કલાકમાં બે પોલીસ કોરોનાના શિકાર થયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 26 એપ્રિલ 2020, રવિવાર

મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. મુંબઇમાં સૌથી વધુ દરદી છે. કોરોના સામે લડત આપનારા પોલીસ કર્મચારી પણ કોરોનાના લપેટમાં આવી ગયા છે. પોલીસતંત્રનો વધુ એક પોલીસ હવાલદાર મૃત્યુ પામ્યો છે. આમ ૨૪ કલાકમાં બે પોલીસનું મૃત્યુ થતાં પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

નવી મુંબઇનો પોલીસ હવાલદાર ૨૩ એપ્રિલના રોજ કોરોનાના લપેટમાં આવ્યોહતો. તેને પાલિકાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન આજે પરોઢિયે ૪.૪૦ વાગે પોલીસ હવાલદારે જીવ ગુમાવ્યો હતો.

દરમિયાન ૨૫ એપ્રિલના રોજ ૫૭ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મૃત્યુ પામ્યા હતા. તે વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા. ગત ૨૪ કલાકમાં બે પોલીસોના કોરોનાના શિકાર થતા પોલીસ તંત્રમાં પણ ભયનું વાતાવરણ છવાઇ  ગયું છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોલીસોની મૃત્યુ ઘટનાની  નોંધ લઇને આવશ્યક નિયમ મુજબ મદદ કરવાની ખાતરી આપી હતી. કોરોનાની લડતમાં તેઓ શહીદ થયા હોવાનું તેમણે જણાવ્યુ ંહતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YcgF9h
via Latest Gujarati News

Post a Comment

0 Comments