
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 એપ્રિલ 2020, રવિવાર
રકુલ પ્રીત સિંહ પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયેલા લોકોની મદદ માટે આગળ આવી છે. લગભગ ૨૦૦ ગરીબ પરિવારોને રોજ ખાવાનું પહોંચાડી રહી છે.
રકુલે એક અખબાર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ ંહતું કે, હાલ કોરોનાથી વિશ્વભર પ્રભાવિત થયું છે. આપણા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેથી હું અને મારો પરિવાર ગુરુગ્રામના અમારા ઘરની આસપાસના ગરીબ પરિવારોની જાણકારી ભેગી કરી રહ્યા છીએ અને તેમના માટે ખાવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ.
મારા પિતા ગુરુગ્રામના મારા ઘરની આસપાસની દરેક વસ્તીઓની ગણતરી કરી રહ્યા છે અને ધ્યાન રાખી રહ્યા છે કે, ક્યા એરિયામાં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ પહોંચી શકી નથી. જ્યાં સુધી લોકડાઉન પુરુ નહીં થાય ત્યાં સુધી અમે અમારું આ કાર્ય ચાલુ રાખશું તેમજ આગળ જતાં પણ ગરીબોની ખાવા-પીવાની વ્યવસ્થા કરતા રહીશું.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મેં દ્રઢ નિશ્ચય કર્યો છે કે, સંપૂર્ણ એપ્રિલ માસના ભોજનની વ્યવસ્થા હું જ કરીશ. પછી આગળ પરિસ્થિતિઓ પર નિર્ભય રહેશે. અમે લોકો ખાવાનાના પેકેટ કરીને લોકોને પહોંચાડી રહ્યા છીએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XacLNK
via Latest Gujarati News
0 Comments